સિલીગુડીઃ આ દિવસોમાં ઉત્તર બંગાળમાં લોકો નૈરોબી ફ્લાય (Nairobi Fly) અને એસિડ ફ્લાયના (Acid Fly) આતંકથી પરેશાન છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ જીવાતને કારણે સિલિગુડી અને દાર્જિલિંગના ઘણા વિસ્તારોમાં લોકો પ્રભાવિત થયા છે. લોકોના મતે, આ જંતુના કારણે તેમની ત્વચામાં બળતરા અને અસહ્ય દુખાવો જેવી સમસ્યાઓ શરૂ થાય છે. જો કે ડોકટરો કહે છે કે, આ જંતુથી ગભરાવાની કોઈ વાત નથી અને તેની સારવાર તબીબી દેખરેખ હેઠળ થઈ શકે છે.
આ પણ વાંચો: આહીર અને મેઘવાળ ગુર્જર જાતિની સાંસ્કૃતિક ઝલક એટલે 'અન્ડર ધી એમ્બ્રોઇડર્ડ સ્કાય', જાણો આ છે ખાસ...
નૈરોબી ફ્લાય શું છે? : નૈરોબી ફ્લાય એ આફ્રિકન જંતુ છે, જેમાં પેડિટિન નામનું એસિડ હોય છે. તે કોઈને કરડતું નથી, પરંતુ તેના શરીરમાં રહેલું એસિડ માનવ શરીરના સંપર્કમાં આવ્યા પછી ત્વચામાં બળતરા અને પીડા પેદા કરે છે. આ જીવાત વધુ વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે છે. આ વખતે હિમાલયની તળેટીમાં સારા વરસાદને કારણે તેમાં પાછલા વર્ષોની સરખામણીમાં નોંધપાત્ર વધારો થયો છે.
લક્ષણો : ડૉક્ટરોએ આ જંતુ વિશે જણાવ્યું છે કે, તેના સંપર્કમાં આવવાથી વ્યક્તિને ત્વચામાં લાલાશ અને બળતરાની સાથે દુખાવો પણ થાય છે. આ સાથે જ કેટલાક લોકોમાં તાવ અને ઉલ્ટીની સમસ્યા પણ જોવા મળી રહી છે. જો કોઈને શરીરમાં આવા લક્ષણો દેખાય, તો તેણે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ડોક્ટરોના મતે, વ્યક્તિને આમાંથી સાજા થવામાં 8-10 દિવસનો સમય લાગી શકે છે.
આ પણ વાંચો: ભારતીય હવામાન વિભાગની આગાહી, આવતા પાંચ દિવસમાં ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ
કેવી રીતે બચાવ કરવો?
જંતુના સંપર્કમાં ન આવવા માટે, ડોકટરોએ કેટલાક ઉપાયો આપ્યા છે જે નીચે મુજબ છે
- ફુલ સ્લીવનું શર્ટ-ટી અને ફુલ પેન્ટ કે જીન્સ પહેરો.
- રાત્રે મચ્છરદાની લગાવીને સૂઈ જાઓ. જંગલ વિસ્તાર વગેરેમાં જવાનું ટાળો.