ETV Bharat / bharat

Acid attack in odisha: ઓડિશાના બાલાસોરમાં પારિવારિક વિવાદમાં 4 લોકો પર એસિડ એટેક, હાલત ગંભીર - ACID ATTACK ON 4 PERSONS AT BALASORE

ઓડિશાના બાલાસોર જિલ્લામાં 22 વર્ષની મહિલા પર એસિડ એટેકનો મામલો સામે આવ્યો છે. એસપીના જણાવ્યા અનુસાર મહિલા આરોપીની બીજી પત્ની છે. પારિવારિક વિવાદને કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પરિવારના ચાર સભ્યો એસિડ ફેંકીને ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Acid attack in odisha
Acid attack in odisha
author img

By

Published : Feb 21, 2023, 9:15 AM IST

બાલાસોર (ઓડિશા): બાલાસોર જિલ્લાના સહદેવખુંટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કથિત એસિડ એટેકમાં બે બાળકો સહિત પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે. બાલાસોરના ભીમપુરા ગામમાં એસિડ એટેકની ઘટના બાદ ખળભળાટ મચી ગયો છે. અહેવાલો મુજબ, આરોપી ચંદન રાણાએ કથિત રીતે ગીતા (નામ બદલ્યું છે), તેની બહેન મોનિકા (નામ બદલ્યું છે) અને તેના બે બાળકો પર એસિડ ફેંક્યું હતું.

ઘરના લોકો પર ફેંક્યું એસિડ: સૂત્રોએ જણાવ્યું કે ચંદન રાણાએ દોઢ મહિના પહેલા ગીતા સાથે લગ્ન કર્યા હતા. જો કે, ગીતાએ ચંદન સાથે સંબંધ તોડી નાખ્યો કે તે પહેલેથી જ પરિણીત છે અને તેની પ્રથમ પત્નીથી બાળકો પણ છે. જાણવા મળ્યું છે કે ચંદન અને ગીતા વચ્ચે થોડો ઝઘડો થયો હતો, કારણ કે ચંદન ગીતાને પોતાની સાથે લઈ જવાની જીદ કરતો હતો. બાદમાં ચંદને ગીતા, તેની બહેન અને ઘરના અન્ય બાળકો પર એસિડ ફેંક્યું હતું. ઘટના બાદ ચંદન સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો Chhattisgarh Naxal Attack : રાજનાંદગાંવમાં 2 જવાન શહીદ, દંતેવાડામાં હેડ કોન્સ્ટેબલનું કાપ્યુું ગળું

બેની હાલત ગંભીર: પીડિતાના જણાવ્યા મુજબ, ચંદન પહેલાથી જ પરિણીત હતો, તેને બાળકો પણ હતા. જ્યારે અમને આ વાતની જાણ થઈ તો અમે તેની સાથેના સંબંધો તોડી નાખ્યા. એસિડ એટેકની ઘટનાની જાણ થતાં પરિવારના અન્ય સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ચારેયને હોસ્પિટલ લઈ ગયા હતા. ઘાયલો પૈકી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો MH Crime : પતિ-પત્નીના ઝગડામાં બાળકનો ભોગ, માતાએ પોતાના પાંચ મહિનાના બાળકની કરી હત્યા

આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન: બાલાસોરના એસપી સાગરિકા નાથનું કહેવું છે કે 22 વર્ષની મહિલા પર એસિડ એટેક આવ્યો છે. પીડિત મહિલા આરોપીની બીજી પત્ની છે. પારિવારિક વિવાદને કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. મહિલાની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે સહદેવખુંટા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.