નવી દિલ્હી/ દાવોસ: કોરોના વાયરસ મહામારીના (Corona Virus Epidemic) બે વર્ષમાં વિશ્વના 99 ટકા લોકોની આવકમાં ઘટાડો(Decrease People Income in Corona) થયો છે અને 160 મિલિયનથી વધુ લોકો 'ગરીબ'ની શ્રેણીમાં આવી ગયા છે. તો બીજી તરફ, રોગચાળાના સમયગાળા દરમિયાન વિશ્વના દસ સૌથી ધનિક લોકોની (Richest People in the World in Corona) સંપત્તિ દરરોજ 1.3 બિલિયનના(રૂ 9,000 કરોડ) દરે વધીને 1,500 બિલિયન(રૂ. 111 લાખ કરોડથી વધુ) થઈ ગઈ છે.
ચાર સેકન્ડમાં એક વ્યક્તિનું મૃત્યુ
વર્લ્ડ ઈકોનોમિક ફોરમની (WEF) ઓનલાઈન દાવોસ એજન્ડા સમિટના (Online Davos Agenda Summit) પ્રથમ દિવસે રજૂ કરાયેલા તેના રિપોર્ટ ઈનઈક્વાલિટી કિલ્સમાં ઓક્સફેમ ઈન્ટરનેશનલે જણાવ્યું હતું કે, અસમાનતાના કારણે દરરોજ ઓછામાં ઓછા 21,000 લોકો અથવા તેનાથી વધુ લોકો મૃત્યુ પામે છે. ચાર સેકન્ડમાં એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. આરોગ્ય સંભાળ, લિંગ-આધારિત હિંસા, ભૂખમરો અને આબોહવાને કારણે વૈશ્વિક મૃત્યુ પર અહેવાલમાં તારણ છે. રિપોર્ટ અનુસાર (Oxfam Report), વિશ્વના દસ સૌથી ધનિક લોકોની સંપત્તિ રોગચાળાના પ્રથમ બે વર્ષમાં પ્રતિ સેકન્ડ 15,000ના દરે વધી છે. જો આ દસ લોકો તેમની 99.999 ટકા સંપત્તિ ગુમાવે તો પણ તેઓ વિશ્વના 99 ટકા લોકો કરતાં વધુ અમીર હશે.
કોરોનામાં વિશ્વના ટોચના દસ ધનિકોની આવક
ઓક્સફેમ ઈન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગેબ્રિએલા બુચરે જણાવ્યું હતું કે, "વિશ્વના ટોચના દસ ધનિકો (Top Ten Richest People in the World) પાસે સૌથી ગરીબ 3.1 અબજ લોકો કરતાં છ ગણી વધુ સંપત્તિ છે." છેલ્લા 14 વર્ષની સરખામણીમાં મહામારીના છેલ્લા બે વર્ષમાં અબજોપતિઓની સંપત્તિમાં ઝડપથી વધારો થયો છે. વિશ્વના દસ સૌથી ધનાઢ્ય લોકોની રોગચાળા દરમિયાન અણધારી કમાણીમાંથી 99 ટકા એકીકૃત કરીને વિશ્વના લોકોને પૂરતી કોરોના નિવારણ રસી, સાર્વત્રિક આરોગ્ય સંભાળ અને સામાજિક સુરક્ષા પ્રદાન કરી શકે છે.
મહિલાઓએ સામૂહિક રીતે 800 બિલિયનની કમાણી ગુમાવી
બુચરે આક્ષેપ કર્યો હતો કે, રોગચાળા સામેના વિશ્વના પ્રતિસાદથી આર્થિક હિંસા, ખાસ કરીને વંશીય હિંસા, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સામે અને લિંગ આધારિત હિંસાને વેગ મળ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2020માં મહિલાઓએ સામૂહિક રીતે 800 બિલિયનની કમાણી ગુમાવી છે. કોરોના પહેલાના વર્ષ 2019ની સરખામણીમાં હવે 1.3 કરોડ ઓછી મહિલાઓ કામ કરે છે. આ જ 252 પુરુષો પાસે આફ્રિકા અને લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોની એક અબજ મહિલાઓ અને છોકરીઓની કુલ સંપત્તિ કરતાં વધુ સંપત્તિ છે.
આ પણ વાંચોઃ National Farmers Day 2021 : ખેડૂતોના મસીહા ચૌધરી ચરણસિંહની જન્મજયંતી પર જાણો ભારતમાં શું છે કૃષિની સ્થિતિ..
આ પણ વાંચોઃ Income tax Returns : રિટર્ન્સ ફાઈલ કરતી વખતે શું કાળજી રાખવી જોઈએ, જાણો...