ETV Bharat / bharat

શાહની રેલી કરતા તો વધુ લોકો 'JCBની કામગીરી' જોવા ઉભા રહી જાય છે: અભિષેક બેનર્જી

પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષો વચ્ચે વાદ-વિવાદ ચાલી રહ્યા છે. આ બાબતમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યુ હતું. બેનર્જીએ કહ્યું હતું કે, શાહની રેલી કરતાં તો વધુ લોકો 'JCBની કામગીરી' જોવા ઉભા રહી જાય છે, શાહની ઝાડગ્રામ રેલી રદ્દ થયા બાદ તેમણે પ્રતિક્રિયા આપી હતી.

ABHISHEK BANERJEE
ABHISHEK BANERJEE
author img

By

Published : Mar 16, 2021, 2:28 PM IST

  • સાંસદ અભિષેક બેનર્જીએ શાહ પર સાધ્યુ નિશાન
  • શાહની ઝાડગ્રામ રેલી રદ્દ થયા બાદ અભિષેક બેનર્જીએ આપી પ્રતિક્રિયા
  • અભિષેક બેનર્જીએ મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભત્રીજાની મજાક ઉડાવી

દાંતન: પશ્વિમ બંગાળના દાંતનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઝાડગ્રામ રેલીને રદ્દ થવાં પર તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ તંજ કસતા સોમવારે કહ્યું હતું કે, ભાજપના વરિષ્ઠ નેતાની રેલી કરતા વધુ લોકો 'JCBની કામગીરી' અથવા તો 'દુકાન પર ચા પીવા' ભેગા થઈ જાય છે.

અભિષેક બેનર્જીએ ભાજપ પર સાધ્યુ નિશાન

તેમણે કહ્યું કે, જ્યારે ભાજપ ઉત્તર પ્રદેશ, ગુજરાત અથવા આસામ જેવા પોતાના શાસિત રાજ્યોને સુવર્ણ રાજ્યમાં રૂપાંતરિત ન કરી શકી તો પશ્ચિમ બંગાળને 'સોનાર બાંગ્લા' બનાવવાનું વચન કેવી રીતે પૂર્ણ કરી શકે છે.

આ પણ વાંચો: કોલસા કૌભાંડ મામલોઃ અભિષેક બેનર્જીની પત્ની CBI સમક્ષ મંગળવારે હાજર થઈ શકે

અભિષેક બેનર્જીએ મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભત્રીજાની મજાક ઉડાવી

મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભત્રીજાએ મજાક ઉડાવતા કહ્યું કે, શું ભાજપ ગાયના દૂધમાંથી સોનું કાઢીને 'સોનાર બાંગ્લા' બનાવવાની યોજના બનાવી રહી છે.

શાહ પશ્ચિમ મેદિનીપુરમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે

તેમણે પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના ચંદ્રકોણામાં એક રેલીમાં કહ્યું કે, "બીજી બાજુ તૃણમૂલ કોંગ્રેસની રેલીઓમાં લોકોની વ્યાપક ભાગીદારી સૂચવે છે કે પક્ષ 2 મેના રોજ 250થી વધુ બેઠકો જીતીને સત્તામાં પાછો ફરશે" શાહ પશ્ચિમ મેદિનીપુરમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે.

શાહે ઝાડગ્રામમાં ડિજિટલ માધ્યમ દ્વારા ટૂંકું ભાષણ આપ્યું હતું

શાહ સોમવારના રોજ ઝાડગ્રામમાં એક રેલીને સંબોધન કરવાના હતા પરંતુ ડિજિટલ માધ્યમ દ્વારા ટૂંકું ભાષણ આપ્યું હતું. BJPએ કહ્યું કે, હેલિકોપ્ટરમાં તકનીકી ખામી હોવાને કારણે તે રેલીમાં ભાગ લઈ શક્યા નહીં.

આ પણ વાંચો: ગૃહપ્રધાનના પત્ર પર ગરમાયું બંગાળનું રાજકારણ, TMCએ આપ્યો વળતો જવાબ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.