નવી દિલ્હીઃ દિલ્હી સર્વિસ બિલ આજે રાજ્યસભામાં પ્રસ્તુત થાય તેવી સંભાવના છે. આ બિલનો વિરોધ કરવા માટે આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી એડીચોટીનું જોર લગાવી રહી છે. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વિરોધપક્ષનો સહકાર મેળવવા અનેક રાજ્યોનો પ્રવાસ ખેડ્યો છે. રાજ્યસભામાં બિલને લઈને જે સમીકરણ રચાયા છે તેને લઈને લોકસભાની જેમ અહીં પણ આ બિલ પાસ થવાની પૂરી સંભાવના વર્તાઈ રહી છે.
સંજય સિંહનો વાકપ્રહારઃ પાછલા દિવસોમાં દિલ્હી સર્વિસ બિલને જ્યારે લોકસભામાં પસાર કરવામાં આવ્યું ત્યારે ઉહાપોહ બાદ તે પાસ થઈ ગયું હતું. તે સમયે આમ આદમી પાર્ટી નેતા અને રાજ્યસભા સભ્ય સંજ્યસિંહે કહ્યું હતું કે રાજ્યસભામાં અમારી પાસે પૂરતુ સંખ્યાબળ છે અને આ બિલ પસાર થવા નહીં દઈએ. તેમજ આ બિલ સુપ્રીમ કોર્ટના ફેંસલા, બંધારણ અને દેશના સંઘીય ઢાંચાની વિરૂદ્ધ છે. હજુ અવિશ્વાસ પ્રસ્તાવ સંસદમાં અટવાયેલો છે. આવો અવિશ્વાસ પ્રસ્તાવ કમનસીબ જ ગણી શકાય. આવું અગાઉ ક્યારેય થયું નથી. ભલે લોકસભામાં અમારી પાસે સંખ્યાબળ નથી પણ રાજ્ય સભામાં અમારી પાસે પૂરતુ સંખ્યાબળ છે અને અમે આ બિલ પાસ થવા નહી દઈએ.તેમણે ભાજપાના બિલને કેજરીવાલ ફોબિયા બિલ ગણાવ્યું હતું.
ભાજપ પીઠ પાછળ ઘા કરવામાં પાવરધી છે તેણે બિલ લાવતા પહેલા મને સસ્પેન્ડ કર્યો...સંજય સિંહ (નેતા, આમ આદમી પાર્ટી)
સુશીલ ગુપ્તાની પ્રતિક્રિયાઃ આ બિલ એક પ્રયોગ છે, જેને ભાજપ દિલ્હીથી શરૂ કરી રહી છે. તેમજ જે રાજ્યોમાં ભાજપ સિવાયના પક્ષની સરકાર છે ત્યાં બિલ પસાર કરી ભાજપ જે તે રાજ્ય સરકારોને નબળી પાડશે. જે રાજકીય પક્ષો લોકશાહીમાં વિશ્વાસ ધરાવે છે તે આ બિલનો વિરોધ કરશે. તેમણે ફરી એકવાર વિરોધપક્ષને આ બિલના વિરોધમાં વોટિંગ કરી બિલ પાસ ન કરવા વિનંતી કરી છે.
દિલ્હી સર્વિસ બિલ રાજ્યસભામાં પાસ ન થાય તે વિપક્ષી એકતાની મોટી જીત બની શકે છે....સુશીલ ગુપ્તા (નેતા, આમ આદમી પાર્ટી
દિલ્હી સર્વિસ બિલ દિલ્હી સર્વિસ બિલ જ્યારથી લોકસભામાં રજૂ થયું ત્યારથી જ તેના વિરોધની ઘણી વાતો સામે આવી હતી. આમ આદમી પાર્ટી કહી રહી છે કે ભાજપ સરકાર ભાજપ સિવાયની રાજ્ય સરકારોને આ બિલની મદદથી નબળી બનાવશે, જ્યારે ભાજપ આને રાજ્યના વિકાસનો મુદ્દો બનાવીને રજૂ કરી છે.