ETV Bharat / bharat

કોરોનાના દર્દીની સારવાર કરવા મહિલા ડોક્ટર સ્કૂટર પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર જાય છે

કોરોના કાળમાં ડોક્ટરો ખરેખર કોરોના વોરિયર્સ સાબિત થયા છે. તેવામાં કોરોના વોરિયર્સનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે મધ્યપ્રદેશની એક મહિલા ડોક્ટરે. મધ્યપ્રદેશના ડોક્ટર પ્રજ્ઞા ઘરડે મહારાષ્ટ્રના નાગપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટરમાં સેવા આપી રહી છે. થોડા દિવસોની રજા લઈને તે પોતાના ઘરે આવી હતી, પરંતુ કોરોનાના કેસ વધતા પ્રજ્ઞા ઘરડેએ પોતાની રજા રદ કરીને ફરી સેવા કરવા હોસ્પિટલ પરત ફરી છે. હાલમાં ટ્રેન અને અન્ય વાહન વ્યવહાર બંધ થતા તે પોતે સ્કૂટર પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર કોરોનાના દર્દીઓની સેવા કરવા જઈ રહી છે.

author img

By

Published : Apr 23, 2021, 9:06 AM IST

  • મધ્યપ્રદેશની ડોક્ટર પ્રજ્ઞા ઘરડે ખરેખર કોરોના વોરિયર સાબિત થઈ
  • મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર દરરોજ સ્કૂટર પર આવે છે દર્દીઓની સેવા કરવા
  • ટ્રેન અને અન્ય વાહન વ્યવહાર બંધ થતા આ ડોક્ટર સ્કૂટર પર હોસ્પિટલ પહોંચે છે

આ પણ વાંચોઃ કોરોના કાળમાં ડૉક્ટર્સની માનવતા, સ્ટાફે દિકરાની જેમ વૃદ્ધાની સેવા કરી

ન્યૂઝ ડેસ્કઃ સેવા કરવાનો ઈરાદો હોય તો તેવા વ્યક્તિને કોઈ પણ મુશ્કેલી નડતી નથી. આનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મધ્યપ્રદેશની મહિલા ડોક્ટર પ્રજ્ઞા ઘરડેએ. આ મહિલા ડોક્ટર થોડા દિવસ માટે મધ્યપ્રદેશના બાલાઘાટમાં પોતાના ઘરે રજાના દિવસોમાં ગઈ હતી. હાલમાં આ મહિલા ડોક્ટર મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલા એક ખાનગી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં સેવા કરી રહી છે. જોકે, મહારાષ્ટ્રમાં કોરોનાના સતત વધતા કેસને ધ્યાનમાં રાખી મહિલા ડોક્ટરે પોતાની રજાઓ રદ કરી સેવા પર પરત ફરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ પોરબંદરમાં હોમ ક્વોરેન્ટાઈન વ્યક્તિઓ માટે ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા નિ:શુલ્ક ટિફિન સેવા

દરરોજ 180 કિલોમીટરનું અંતર કાપી ફરજ બજાવે છે ડોક્ટર

હાલમાં ટ્રેન સહિતના વાહન વ્યવહાર બંધ થઈ જતા મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર પહોંચવું અઘરું બની ગયું છે. તેવામાં આ મહિલા ડોક્ટર પ્રજ્ઞા ઘરડે દરરોજ સ્કૂટર પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોનાના દર્દીઓની સેવા કરવા જઈ રહી છે. ડો. પ્રજ્ઞા ઘરડે દરરોજ 180 કિલોમીટર દૂરથી આવીને કોરોનાના દર્દીઓની સેવા કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.