ETV Bharat / bharat

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રેલરે 5 ગાડીઓને અડફેટે લીધી: 5ના મોત, 5 ઈજાગ્રસ્ત - ગિજરાતી સમાચાર

મહારાષ્ટ્રના મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ગત મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક ટ્રેલર દ્વારા એક પછી એક કુલ 5 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં 5 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા અને 5 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રેલરે 5 ગાડીઓને અડફેટે લીધી: 5નાં મોત, 5 ઈજાગ્રસ્ત

author img

By

Published : Feb 16, 2021, 10:06 AM IST

  • મહારાષ્ટ્રમાં બે દિવસમાં ગોઝારા અકસ્માતની આ બીજી ઘટના
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકનાં હોસ્પિટલમાં ખસેડાયા
  • અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ, વાહનોની લાંબી કતારો લાગી

મુંબઇ: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ગત મોડીરાત્રે એક ટ્રેલરે પાંચ વાહનોને અડફેટે લેતાં 5 લોકોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ટ્રેલરે પાછળથી પાંચ વાહનોને ટક્કર મારતા ભયંકર અકસ્માત સર્જાયો હતો

ગત મોડીરાત્રે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રેલરનાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા એક ઇનોવા, એક ક્રેટા, ટેમ્પો સહિત કુલ 5 વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં 5 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અંગેની માહિતી મળતાં બોરઘાટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પ્રવાસીઓનું બચાવકાર્ય શરૂ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.