ETV Bharat / bharat

દુષ્કર્મનો પ્રયાસ કરવા આવેલા યુવકને ટ્રાંસજેન્ડરે ઢીબી નાંખ્યો,આ રીતે યુવતીનો જીવ બચાવ્યો

સામાન્ય રીતે જ્યારે કોઈ ટ્રાંસજેન્ડર (કિન્નર) રસ્તામાં (Transgenders in Karnataka) દેખાય તો લોકો એનાથી બચતા હોય છે. પણ કર્ણાટકના બેંગ્લુરૂમાં બે ટ્રાંસજેન્ડર્સે એક યુવતીનો જીવ બચાવ્યો છે. એટલું જ નહીં એક શેતાનને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડ્યો છે.

દુષ્કર્મનો પ્રયાસ કરવા આવેલા યુવકને ટ્રાંસજેન્ડરે ઢીબી નાંખ્યો,આ રીતે યુવતીનો જીવ બચાવ્યો
દુષ્કર્મનો પ્રયાસ કરવા આવેલા યુવકને ટ્રાંસજેન્ડરે ઢીબી નાંખ્યો,આ રીતે યુવતીનો જીવ બચાવ્યો
author img

By

Published : Jul 4, 2022, 9:39 PM IST

બેંગ્લુરૂઃ બેંગ્લુરૂમાં બે ટ્રાન્સજેન્ડર એ એક યુવતીનું જીવન બચાવીને બહાદુરી બતાવી છે. બેંગ્લુરૂની વિવેકનગર પોલીસે સ્થાનિક (Vivekanagar police) મંગલમુખીઓની મદદથી મોડી રાત્રે અજાણી યુવતી પર દુષ્કર્મ (Sexually Assaulted) આચરનારવાનો પ્રયાસ કરતા આરોપીની ધરપકડ (Vivekanagar police Arrested Accused) કરી છે. પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈને કાયદેસરના પગલાં લીધા છે.

આ પણ વાંચોઃ VISWAS Project : બીજા તબક્કામાં ક્યાં અને કેટલા સીસીટીવી મૂકાશે જાણો કઇ પ્રક્રિયા શરુ થઇ

નોકરી કરવા આવી હતી યુવતીઃ પશ્ચિમ બંગાળથી નોકરીની શોધમાં આવેલી એક યુવતી બેંગ્લુરૂના વિવેકાનગરમાં રહેતી હતી. પશ્ચિમ બંગાળનો આરોપી મસુરાલ શેખ તેના ઘરની નજીક તે જ વિસ્તારમાં બે-ત્રણ દિવસથી ફરતો હતો. જ્યાં તેણે જોયું કે યુવતી એકલી રહે છે. તારીખ 2જી જુલાઈએ સવારે ચાર વાગ્યે તેણે દરવાજો ખખડાવ્યો. જ્યારે તેણી દરવાજો ખોલતી હતી, ત્યારે તેણે તેના પર જાતીય હુમલો કર્યો. પછી એના પર કુકર્મ આચવાનો પ્રયાસ કર્યો હતો.

યુવતી આરોપી પાસે કરગરીઃ યુવતીએ તેને ઘરેથી જતા રહેવા માટે વિનંતી કરી અને કહ્યું કે હું પૈસા આપવા માટે પણ તૈયાર છું. પણ યુવતીએ બૂમો પાડતાં જ ઉપરના ફ્લેટમાં રહેતી ટ્રાંસજેન્ડર મહિરાસિંહ અને તેનો મિત્ર ત્યાં પહોંચ્યા અને દરવાજો તોડી આરોપીને માર માર્યો હતો. પછી તેને પોલીસના હવાલે કર્યો હતો.

આ પણ વાંચોઃ Farmers Protest Gujarat : ખેડૂતોએ ફરી સરકાર સામે બાયો ચડાવી, ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલન

પોલીસ ફરિયાદ થઈઃ વિવેકાનગર પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી મસુરાલ ખાનની ધરપકડ કરી છે. આ મસુરાલ મૂળ પશ્ચિમ બંગાળનો છે અને એક હોટલમાં કામ કરતો હતો. માહિરા અને તેના મિત્ર, જે ટ્રાન્સજેન્ડર છે,એના કામની પ્રશંસા કરવામાં આવી છે. તેણે પશ્ચિમ બંગાળથી શિક્ષણ માટે આવેલી તેના પર બળાત્કારથી બચાવીને યુવતીની સુરક્ષા કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.