- પૂણેના પીરંગુટ ખાતે કેમિકલ કંપનીમાં આગ લાગી
- આગ દુર્ઘટનામાં 18 લોકોના મોત
- PMRDA ફાયર વિભાગની 6 ગાડી ઘટના સ્થળે
મહારાષ્ટ્ર : પૂણે જિલ્લામાં આવેલા પીરંગુટમાં સોમવારના રોજ બપોરના સમયે એક કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. આ આગ દુર્ઘટનામાં કુલ 18 લોકોના મોત થયા છે. કંપની બિલ્ડિંગમાં હજૂ પણ મજૂરો ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. ફાયર વભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.
PMRDA ફાયર વિભાગની 6 ગાડી ઘટના સ્થળે
PMRDA ( Pune Metropolitan Regional Development Authority )ના ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, SVS ટેક્નોલોજી નામની કંપનીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાલ ચાલુ છે, આ આગ પર કાબૂ મેળવવા માટે PMRDA ફાયર વિભાગની 6 ગાડી ઘટના સ્થળે છે.
હાલ આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે
PMRDAના મુખ્ય ફાયર ઓફિસર દેવેન્દ્ર પોટફો઼ડેએ જણાવ્યું કે, કંપનીના અધિકારીઓના જણાવ્યાનુસાર આગ લાગ્યા બાદથી 17 કર્મચારી ગુમ છે. ફાયર વિભાગ દ્વારા 18 મૃતદેહો શોધી લેવામાં આવ્યા છે. હાલ કંપનીમાં કોઇ ફસાયું હોય તો તેના બચાવની અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો -