- 30મે તેલંગાણા કેબિનેટની મળશે બેઠક
- બેઠકમાં લોકડાઉન અંગે નિર્ણય લેવાશે
- કોરોના કેસમાં થઈ રહ્યો છે ઘટાડો
હૈદરાબાદ : તેલંગણા(Telangana)ના મંત્રીમંડળ 30 મેના રોજ યોજાનારી બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે, જેમાં કોવિડ -19 (Covid-19) ના પ્રસારને નિયંત્રિત કરવા માટે લોકડાઉન (Lockdown) ની અવધિ લંબાવવામાં આવશે.
બેઠકમાં લેવાશે નિર્ણય
બુધવારે જારી કરવામાં આવેલા એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, "મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે 30 મેના રોજ બપોરે 2 વાગ્યે કેબિનેટની બેઠક યોજવાનું નક્કી કર્યું છે." પ્રકાશન મુજબ, બેઠકમાં કેબિનેટ કૃષિ - રાજ્યમાં પાક, ડાંગરના પાકની ખરીદી, બિયારણ અને ખાતરોની ઉપલબ્ધતા, નકલી બિયારણના સપ્લાય પર પ્રતિબંધ, કોરોના વાયરસ, લોકડાઉન અને અન્ય વિષયો પર ચર્ચા કરશે.
આ પણ વાંચો : હરિયાણામાં નિયંત્રણો સાથે એક સપ્તાહ માટે લોકડાઉન વધારવામાં આવ્યું
રાજ્યમાં કેસોમાં થઈ રહ્યો છે ઘટાડો
રાજ્યમાં તારીખ12 મેથી લોકડાઉન અમલમાં છે, જેનો સમયગાળો 30 મે સુધી છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં કોવિડ -19 ના કેસોમાં તીવ્ર ઘટાડો થયો છે. 25 મેના રોજ રાજ્યમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા લગભગ 38,000 હતી. દસ દિવસ પહેલા, તેમની સંખ્યા 51000 હતી.