હૈદરાબાદ: હૈદરાબાદમાં જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેકને કારણે એક યુવાન કોન્સ્ટેબલનું મોત થયું હોય તેવી ઘટના સામે આવી છે. મૃત્યુ પામનાર યુવાનની ઉમર માત્ર 24 વર્ષની જ હોવાનું સામે આવ્યું છે. આધુનિક જીવનમાં બદલાતી આદતો સાથે માણસ માટે 60 વર્ષ પણ જીવવું મુશ્કેલ બની રહ્યું છે. હાર્ટ એટેક નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધીના ઘણા લોકોના મૃત્યુનું કારણ છે. કોરોનાના આગમન બાદ હૃદયની સમસ્યાઓ વધી છે. તાજેતરમાં હૈદરાબાદમાં એક કોન્સ્ટેબલનું મૃત્યુ આવી જ રીતે થયું હતું.
કાર્ડિયાકથી મૃત્યુના કિસ્સા વધ્યા: અચાનક કાર્ડિયાકથી મૃત્યુનો બીજો કેસ છે જે તાજેતરના મહિનાઓમાં નોંધાયેલા છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફર્મેશન (એનસીબીઆઈ) ના અનુસાર ભારતમાં તમામ મૃત્યુના પાંચમા ભાગમાં હાર્ટ એટેક, કાર્ડિયાક એરેસ્ટ્સ અને સ્ટ્રોકનો સમાવેશ થાય છે. ઘણા લોકો કે જેઓ કોવિડ દરમિયાન આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેઓને વિવિધ કસરતોની આદત પડી છે. કેટલીકવાર કસરત કરતી વખતે પોતાનો જોવ ગુમાવે છે.
આ પણ વાંચો : Rajkot News: ક્રિકેટ રમતા વધુ એક યુવાનનું હાર્ટએટેકથી થયું મોત
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ: સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં વિશાલ પુશ-અપ્સ કરતા જોવા મળે છે. પોતાનો સેટ સમાપ્ત કર્યા પછી તે બીજા એરિયામાં જાય છે અને આગળ ઝૂકતી વખતે ખાંસી આવી હોય તેવું લાગે છે. વિશાલ નજીકમાં જિમ મશીનનો ટેકો લે છે પરંતુ તેની ઉધરસ વધુ તેજ બને છે. થોડીવાર પછી તે જમીન પર બેસે છે અને પડી જાય છે.
આ પણ વાંચો : Rajkot News : શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમી ઘરે જઈ રહેલા યુવાનનું હાર્ટએટેકથી મોત
હોસ્પિટલમાં થયું મોત: કસરત કરતા જમીન પર પડી ગયેલા કોન્સ્ટેબલની મદદ કરવા આસપાસના લોકો ડોસી આવ્યા હતા. તેમાંથી એક જિમ ટ્રેનરને બોલાવે છે જે તેને ઉભો કરવાનો પ્રયાસ કરે છે. આ ઘટના જીમમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી અને તે સમય રાત્રે 8.04 વાગ્યાનો દર્શાવે છે. તે જીમના કસરત કરી રહેલા અન્ય સાથીઓ વિશાલને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ હોસ્પિટલના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
રાજકોટમાં ક્રિકેટ રમતી વખતે થયું હતું મોત: આવી જ ઘટના રાજકોટમાં બની હતી જેમાં 24 કલાકમાં બે યુવાનોના હાર્ટએટેકના કારણે મોત થયા છે. રેસકોર્સ મેદાનમાં સવારે ટેનિસ બોલથી ક્રિકેટ મેચમાં બેટિંગ દરમિયાન યુવકનું હાર્ટ ફેઇલ થઇ જતા મોત થયું હોય તેવી ઘટના સામે આવી હતી. બીજા બનાવમાં મારવાડી કોલેજમાં ફૂટબોલ રમતો વિદ્યાર્થી ગોલ પૂરો કરે એ પહેલાં ઢળી પડ્યો હતો. બાદમાં તેને હોસ્પિટલ ખસેડાતાં ડોક્ટરે હાર્ટ-એટેકથી મોત થયાનું જાહેર કર્યું હતું.
કોવિડ મહામારી બાદ કિસ્સા વધ્યા: કોવિડ મહામારી બાદ પછી દેશભરમાં હ્ર્દય હુમલાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા અમુક મહિનામાં આપણે જોયું છે કે ઘણા લોકો હૃદય સંબંધિત બીમારીઓને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. એવા પણ કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે જયારે જીમમાં કસરત કેટી વખતે હાર્ટ અટેક આવ્યો હોય અને મોત થયું હોય. થોડા સમય પહેલા પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને જીમમાં ટ્રેડમિલ પર રનિંગ દરમિયાન અટેક આવ્યો હતો. આ પહેલા એકત્ર સિદ્ધાર્થ શુક્લા અને કન્નડ ફિલ્મ જગતના પુનીત રાજકુમારનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.