- ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં દેશનું ગૌરવ વધારનારા ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા
- મેડલ વિજેતા તમામ ખેલાડીઓનું (Indian athletes) આજે સાંજે સન્માન કરવામાં આવશે
- મેડલ વિજેતા ખેલાડીઓ માટે હોટલ અશોકોમાં સન્માન સમારોહ (Ceremony of honor) યોજાયો
નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)માં દેશનું ગૌરવ વધારનારા મેડલ વિજેતા ખેલાડીઓ આજે સ્વદેશ પરત ફરશે. ત્યારે મેડલ જીતનારા તમામ ખેલાડીઓનો આજે સન્માન સમારોહ યોજાશે. આજે સાંજે હોટલ અશોકામાં આ તમામ ખેલાડીઓનો સાંજે 6.30 વાગ્યે સન્માન સમારોહ યોજાશે. તો આ પહેલા આ કાર્યક્રમ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ (Major Dhyan Chand National Stadium)માં થવાનો હતો, પરંતુ ખરાબ વાતાવરણના કારણે કાર્યક્રમ હોટેલમાં યોજાશે.
આ પણ વાંચો- આજે રાજ્યમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી તથા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. વાંચો, ETV Bharatના ટોપ ન્યૂઝ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ખેલાડીઓને મળી શકે છે
મળતી માહિતી અનુસાર, ભારતીય એથ્લિટ્સ (Indian athletes)નો સન્માન સમારોહ સાંજે 6.30 વાગ્યે શરૂ થશે. કાર્યક્રમમાં કેન્દ્રિય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર (Union Minister Anurag Thakur) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સૂત્રોના જણાવ્યાનુસાર, વડાપ્રધાન મોદી (PM Narendra Modi) પણ વીડિયો કોન્ફરન્સથી ખેલાડીઓને મળશે.
આ પણ વાંચો- Tokyo Olympics 2020: મળો ભારતને મેડલ અપાવનારા 7 ખેલાડીઓને...
ભારતે ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા
ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં કુલ 7 મેડલ જીત્યા છે. આમાંથી નીરજ ચોપડાએ જેવલિન થ્રોમાં ગોલ્ડ, મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગમાં સિલ્વર, રવિ દહિયાએ કુશ્તીમાં સિલ્વર, પી. વી. સિંધુએ બેડમિન્ટનમાં બ્રોન્ઝ, લવલીના બારગોહેને બોક્સિંગમાં બ્રોન્ઝ, બજરંગ પુનિયાએ કુશ્તીમાં બ્રોન્ઝ અને પુરૂષ હોકી ટીમે બ્રોન્ઝ જીત્યો છે.