ETV Bharat / bharat

12 વર્ષના બાળકે ઓનલાઈન ગેમમાં હથિયાર ખરીદવા માતાના બેન્કમાંથી 3 લાખ ઉડાવ્યા - ઓનલાઈન ટ્રાન્ઝેક્શન

પાખંજુરમાં, 12 વર્ષના બાળકને ઓનલાઇન રમતોને કારણે તેના માતાના ખાતામાંથી 3 લાખ 22 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. ગેમને અપગ્રેડ કરવા માટે, બાળકએ 278 વાર બેન્ક ટ્રાન્ઝેક્શન કર્યા હતા. ઓનલાઇન વિડિઓ ગેમ્સ રિચાર્જ કરવા માટે યુપીઆઈ અને બેંક એકાઉન્ટ માટે ક્યારેય રજીસ્ટર કરશો નહીં. આ તમારી મહેનતની કમાણીને ક્ષણભરમાં બરબાદ થઈ શકે છે.

online
12 વર્ષના બાળકે ઓનલાઈન ગેમમાં હથિયાર ખરીદવા માતાના બેન્કમાંથી 3 લાખ ઉડાવ્યા
author img

By

Published : Jun 30, 2021, 12:52 PM IST

  • બાળકોની ઓનલાઈન ગેમ પડી રહી છે માબાપોને ભારી
  • પાખંજુરમાં બાળકે 3 લાખની રકમ માતાના બેન્ક અકાઉન્ટમાંથી ઉડાવી
  • ઓનલાઈન ગેમએ બાળકો માટે એક બિમારી

કાંકર: આજકાલ ઓનલાઇન ગેમ્સ બાળકોના મગજમાં ચડી ગઈ છે. કલાકો સુધી બાળકો આ રમતોમાં સમય વિતાવે છે. કોરોનાને કારણે શાળાઓ અને કોલેજો બંધ છે. ઓનલાઇન અભ્યાસને કારણે બાળકો વધુને વધુ ફોન અને કમ્પ્યુટર પર વિતાવતા હોય છે. કેટલીક વાર પરિવારજનો મોટી દુવિધાઓનો સામનો કરવો પડતો હોય છે. પાઠનજુરમાં એક શિક્ષકના ખાતામાંથી રૂપિયા 3 લાખ 22 હજારની રકમ અચાનક ઉડી લેવામાં આવી હતી. જ્યારે મહિલાએ પોલીસમાં ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ નોંધાવી ત્યારે તપાસમાં ચોંકાવનારી બાબત બહાર આવી હતી. તપાસમાં જે બહાર આવ્યું તે સાંભળીને મહિલાના હોશ ઉડી ગયા હતા. હકીકતમાં, મહિલાના 12 વર્ષીય પુત્રએ ઓનલાઇન રમતો રમતી વખતે આખી રકમ ખર્ચ કરી હતી.

278 વાર બેન્ક ટ્રાન્ઝેક્શન

પાખાંજૂરના શિક્ષક શુભરા પાલે પોલીસમાં ફરિયાદ કરી હતી કે, માર્ચથી જૂન દરમિયાન કોઈએ 278 ટ્રાન્ઝેક્શન કરીને 3 લાખ 22 હજારની રકમ ઉપાડી લીધી હતી. મહિલાએ ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફરીયાદીનો 12 વર્ષનો પુત્ર ઓનલાઇન ગેમ રમતો હતો. તેણે ગેમ અપગ્રેડ કરવા માટે 278 ટ્રાન્ઝેક્શન કર્યા. પુત્રની પૂછપરછ કર્યા બાદ પોલીસે જણાવ્યું કે બાળક ગેમનો વ્યસની બન્યો હતો અને તે ગેમના હથિયારો ખરીદવા માટે સતત પૈસા ખર્ચ કરતો હતો.

બાળકો ગેમનો વ્યસની બની રહ્યા છે

પોલીસ સ્ટેશનના પ્રભારી શરદ દુબેએ જણાવ્યું હતું કે આ પ્રકારનો આ પહેલો કેસ સામે આવ્યો છે. વિસ્તારના ઘણા બાળકો આ ગેમના વ્યસની બન્યા છે. બાળકો ગેમ અપગ્રેડ કરવા માટે તેમની પોકેટ મની ખર્ચ કરી રહ્યા છે. જો તે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન નથી કરી શકતા, તો તેઓ ટ્રાન્ઝેક્શન મિત્ર દ્વારા કરાવે છે. સાયબર નિષ્ણાત બિરાજ મંડલે જણાવ્યું હતું કે બાળકો કેવી રીતે ફ્રી ફાયર ગેમમા ફસાઈ રહ્યા છે. એકવાર તમે ગેમમાં UPI આઈડી દાખલ કરો, તે કાયમ માટે સેવ થઈ જાય છે. રમતના અપગ્રેડ સાથે, પૈસા કપાતા જાય છે છે, જેના માટે કોઈ નોટીફેકેશન આવતી નથી.

આ પણ વાંચો : ઓનલાઈન ગેમમાં 70 લાખ ગુમાવતા યુવાને કરી આત્મહત્યા

ઘણી ઘટનાઓ બાદ ભારત સરકારે દેશમાં PUBG ગેમ પર પ્રતિબંધ મૂક્યો છે. PUBGના પ્રતિબંધ પછી, હવે બાળકો બીજી બેટલ રોયલ ગેમ, ફ્રી ફાયર જેવી રમતો પર હાથ અજમાવી રહ્યા છે. આ સિવાય બીજી ઘણી રમતોમાં પણ શામેલ છે.

ઓનલાઈન ગેમ

  • બ્લુ વ્હેલ (blue whale)
  • PUBG
  • મોમો ગેમ (momo game)
  • ફ્રિ ફાયર (free fire)
  • મૈંડક્રાફ્ટ (mandcraft)
  • કોલ ઓન ડ્યુટી (call of duty)
  • બૈટલલૈંડ રોયલ (battleland royale)

વીડિયો ગેમ રમવુ એક બિમારી

મનોચિકિત્સકો પણ બાળકોની ગેમ રમવાની આદતને બિમારી તરીકે ગણાવી રહ્યા છે અને તેનાથી છૂટકારો મેળવવા માટે ઘણા ઉપાય સૂચવી રહ્યા છે. માનોચિકિત્સકો કહે છે કે આજકાલ બાળકો મોટાભાગે ઓનલાઇન ગેમ રમે છે. તેમાં હિંસક વસ્તુઓ બતાવવામાં આવે છે, જેના કારણે તેમની માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે.

આ પણ વાંચો : સોશિયલ મીડિયામાં ગેમ રમતા યુવક યુવતીઓ માટે ચેતવણી ભર્યો કિસ્સો

આ રીતે છૂટી શકે છે આદત

મનોચિકિત્સક કહે છે કે વિડિઓ ગેમ્સની ટેવથી છુટકારો મેળવવા માટે માતાપિતાએ બાળકો સાથે વધુ સમય પસાર કરવો જોઈએ. તેમની સાથે રમો, તેમના વાતોને મહત્વ આપો, પછી ધીમે ધીમે બાળકોની ગેમ રમાવાની આદત છૂટી શકે છે. આટલું જ નહીં, માતાપિતાએ બાળકોને આ ટેવમાંથી છૂટકારો મેળવવા માટે કોઈ પ્રકારનું ઈનામ અથવા આવી કોઈ પ્રિય વસ્તુ આપવી જોઈએ, જે બાળકોને ખુશ કરે. તે પછી પણ, બાળક ધીમે ધીમે વિડિઓ ગેમ્સ રમવાનું બંધ કરશે.

ગેમના રેટીંગના આધારે માતા-પિતા રાખી શકે છે નજર

આઇટી નિષ્ણાતો કહે છે કે ગેમને રેટિંગ પણ આપવામાં આવે છે, તેના આધારે તે નક્કી કરવામાં આવે છે કે ગેમમાં હિંસા કેટલી છે અને કેટલી નથી. જો માતા-પિતા કોઈપણ રમતને ખરીદી અથવા ડાઉનલોડ કરે છે, તો પછી તેનું રેટિંગ જુઓ, 3,7, 18 ની જેમ, આવી રેટિંગ આવે છે અને તેમાં તેનું પ્રકૃતિ આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.