ETV Bharat / bharat

Google for India : ગૂગલે કરી મોટી જાહેરાત, ભારતમાં Pixel સીરીઝના સ્માર્ટફોનનું ઉત્પાદન કરશે - ગૂગલ અને આલ્ફાબેટના CEO સુંદર પિચાઈ

ગૂગલ ફોર ઈન્ડિયાએ તેની ગૂગલ ઈવેન્ટની 9 મી આવૃત્તિ શરૂ કરી છે. જેનો ઉદ્દેશ્ય ભારત માટે ગૂગલની યોજના અને ટેક-સ્કેપ અને તેનાથી આગળની ઓફર જાહેર કરવાનો છે. ભારતીય જનતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી લઈને ઈન્ટરનેટ એક્સેસ સુધીના ભારતીય બજાર માટે નવીનતાઓ અને પહેલ સંબંધિત કેટલીક મોટી જાહેરાતોની અપેક્ષા રાખે છે.

Google for India
Google for India
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2023, 5:24 PM IST

નવી દિલ્હી : ગૂગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટની 9 મી આવૃત્તિમાં ટેક જાયન્ટ ગૂગલ કંપનીએ મલ્ટીપલ ઉત્પાદનો અને સેવાઓની જાહેરાતો કરી છે, જે દેશના વિકાસમાં ફાળો આપશે. ઉપરાંત ગૂગલ દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી છે કે, Pixel 8 ના લોન્ચ સાથે ભારતમાં Pixel સીરીઝના સ્માર્ટફોનનું ઉત્પાદન કરવાનો પ્લાન બનાવી રહી છે. ભારતની મેક ઇન ઇન્ડિયા પહેલમાં જોડાતા આ ઉપકરણો 2024 માં રોલ આઉટ થવાની અપેક્ષા છે.

ગૂગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટના મહત્વના અપડેટ્સ :

  • ભારતમાં Google Pixel - ગૂગલ કંપનીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તે મુજબ Pixel સીરીઝના સ્માર્ટફોનનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે. જેમાં Pixel 8 નો સમાવેશ થાય છે. ભારતના મેક ઈન ઈન્ડિયા અભિયાન સાથે જોડાતા ભારતમાં નિર્મિત પ્રથમ Pixel સ્માર્ટફોન 2024 માં બજારમાં આવશે.
  • YouTube નવું ફિચર - YouTube દ્વારા ભારતની 11 ભાષાઓમાં સમાચાર માટે નવું વોચપેજ શરૂ કરવામાં આવશે. આ તદ્દન નવી સુવિધા વપરાશકર્તાઓ માટે વિશ્વસનીય સ્ત્રોતોમાંથી ચોક્કસ ન્યૂઝ સ્ટોરી સાથે સંબંધિત વીડિઓ અલ્ગોરિધમિક ગોઠવશે.
  • Online Scams - ગૂગલ પે દ્વારા ભારતમાં 12,000 કરોડના કૌભાંડોને અટકાવવામાં આવ્યા છે. કંપનીએ 3,500 ગેરકાયદેસર લોન એપ્સને દૂર કરી છે. ભારતમાં Google Play Protect હવે વધુ શક્તિશાળી છે અને ઉન્નત રીઅલ-ટાઇમ કોડ-લેવલ સ્કેનિંગ સાથે આવે છે.
  • પ્રીમિયમ સ્માર્ટફોન માટે ભારત ત્રીજું સૌથી મોટું બજાર - ગૂગલે જાહેર કર્યું કે પ્રીમિયમ સ્માર્ટફોન માટે ભારત ત્રીજું સૌથી મોટું બજાર છે. એન્ડ્રોઇડ માટે ભારત ખરેખર એક વિશિષ્ટ સ્થાન રહ્યું છે અને ભારતમાંથી શીખ્યા બાદ ગૂગલને Android વધુ સારું બનાવવામાં મદદ મળી છે. ભારતમાં Pixel 8 અને Pixel Watch 2 પ્રોડ્ક્ટને અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે. ભારતનું બજાર 2022 માં 50 ટકાથી વધુ ગ્રોથ સાથે પ્રીમિયમ સ્માર્ટફોન માટે ત્રીજા ક્રમે રહ્યું છે.
  • ડિજિટલ પ્રગતિ કાર્યક્રમ - ગૂગલ ફોર ઈન્ડિયા ઈવેન્ટમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે ડિજિટલ પ્રગતિ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરી સફળતાના માર્ગે આગળ વધ્યા હતા.
  • સાયબર પીસ ફાઉન્ડેશન - ભારતીય ઈન્ટરનેટ વપરાશકર્તાઓને ખોટી માહિતી સામે લડવા અને જવાબદાર ઓનલાઈન વર્તણૂક અપનાવવા માટે કૌશલ્ય સાથે સશક્ત કરવામાં મદદ કરવા માટે ગૂગલ સાયબર પીસ ફાઉન્ડેશનને ગ્રાંટ પ્રદાન કરી રહ્યું છે.
  • ONDC સાથે Google Maps કોલેબ્રેશન - એક મોટા વિકાસના નિર્ણય રૂપે Google Maps દ્વારા એપ પર મેટ્રો ટિકિટ બુકિંગની સુવિધા આપવા માટે ONDC સાથે સહયોગની જાહેરાત કરવામાં આવી છે. આ સુવિધા સેવા ભાગીદારોના ONDC નેટવર્ક પર એકીકૃત થઈ ગયા બાદ આગામી થોડા મહિનામાં તમામ મહાનગરોમાં શરૂ થશે.
    • Just announced at #GoogleForIndia: @rosterloh spoke about our plan to manufacture Pixel smartphones in India intending to start with the Pixel 8, and expecting these devices to start to roll out in 2024, joining India’s “Make in India” initiative.
      For more:… pic.twitter.com/FznOzH8E8C

      — Google India (@GoogleIndia) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Google Merchant Center Next - ગૂગલ વ્યવસાય અને ધંધાને નજીકના ખરીદદારો સાથે જોડવામાં મદદ કરી રહ્યું છે. મર્યાદિત સંસાધનો ધરાવતા નાના વ્યવસાયોને ઉચ્ચ ગુણવત્તાની કેટાલોગ ઓનલાઈન બનાવવાનું મુશ્કેલ લાગે છે. Google Merchant Center Next સાથે AI ની મદદથી તેઓ આ સરળ અને સાહજિક રીતે કરી શકે છે. નવા વપરાશકર્તાઓ માટે પહેલાથી જ રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે અને આવતા વર્ષની શરૂઆતમાં સુધીના દરેક માટે ઉપલબ્ધ થશે.
  • સરકારી યોજનાઓ - ગૂગલે એક જાહેરાતમાં કહ્યું કે આગામી સપ્તાહમાં જનરેટિવ AI એક્સપિરિયન્સ ભારતમાં યુઝર્સને 100 થી વધુ સરકારી યોજનાઓની મહત્વપૂર્ણ માહિતી સરળતાથી નેવિગેટ કરવામાં અને એક્સેસ કરવામાં મદદ કરશે.
  • જનરેટિવ AI - જનરેટિવ AI ટૂંક સમયમાં વપરાશકર્તાઓને શહેરમાં સ્થાનિક સ્થાન અને વસ્તુઓને વધુ એકીકૃત રીતે શોધવામાં મદદ કરશે. સર્ચ જનરેટિવ એક્સપિરિયન્સ યુઝર્સના રીવ્યુને સામેલ કરીને ચોક્કસ સ્થાન જેમ કે ત્યાં વ્હીલચેરની સુવિધા છે જેવી ચોક્કસ વિગતો સાથે તમને મદદ કરશે.
  • ગૂગલ લેન્સ - UX રિસર્ચના સિનિયર ડાયરેક્ટર શિવાની મોહને ગૂગલ લેન્સ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ગૂગલ લેન્સ ભારતીયોને જે જોઈએ તે શોધવામાં મદદ કરે છે. ભલે યુઝર્સ દ્વારા સંપૂર્ણ શબ્દો સાથે સર્ચ કરવામાં આવ્યું ન હોય. સમય જતાં અમે તેની ક્ષમતાઓનો વિસ્તાર કર્યો છે. હવે જો તમને ત્વચાની સ્થિતિ વિશે પ્રશ્નો હોય તો તમે તેને ગૂગલ લેન્સ પર શોધી શકો છો.
  • Build in India, Build for the World - ગૂગલ ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ સંજય ગુપ્તાએ બિલ્ડ ઈન ઈન્ડિયા, બિલ્ડ ફોર ધ વર્લ્ડ અને જનરેટિવ AI ની શક્તિથી તે કેવી રીતે વાસ્તવિક શક્યતા બને તે વિચાર પર ભાર મૂક્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, જનરેટિવ AI એ એવા સ્કેલ પર સંશ્લેષણ, અનુમાન અને સર્જન કરી શકે છે જે અત્યાર સુધી અકલ્પ્ય છે.
  • ડિજિટલ ટ્રાન્સફોર્મેશન - Google For India 9 મી આવૃત્તિની શરૂઆત કરતાં Google એશિયા-પેસિફિકના પ્રેસિડેન્ટ સ્કોટ બ્યુમોન્ટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સફળતા તરફ ભારતની સફર માટે ગૂગલની પ્રતિબદ્ધતા વિશે વાત કરી હતી.

ગૂગલ ઈન્ડિયાએ X પર પોસ્ટ કરીને કહ્યું કે, 19 ઓક્ટોબરના રોજ અમે ભારતની ઈન્ટરનેટ સફરના આગલા પ્રકરણ ઈન્ટરનેટના એક્સેસથી લઈને AI ની મદદથી ઈન્ટરનેટ પર સફળતા સુધીનું અમારું વિઝન શેર કરીશું.

અગાઉ 16 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂગલ અને આલ્ફાબેટના CEO સુંદર પિચાઈ સાથે વર્ચ્યુઅલ રીતે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન વડાપ્રધાન અને પિચાઈએ ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમના વિસ્તરણમાં ભાગ લેવાની ગૂગલની યોજના અંગે ચર્ચા કરી હતી. તેમણે ગૂગલની 100 ભાષાઓની પહેલને પણ સ્વીકારી અને ભારતીય ભાષાઓમાં AI સાધનો ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને પ્રોત્સાહિત કર્યા હતા.

  1. Google New Tools : ગૂગલે મેપ્સ, સર્ચ, ક્રોમ માટે નવું એક્સેસિબિલિટી ટૂલ લોન્ચ કર્યું
  2. Truecaller : આ કંપનીની મદદથી Truecaller છેતરપિંડી કરનારાઓને શોધી કાઢશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.