- માલવાની વિસ્તારમાં એક ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી
- ઇજાગ્રસ્તને બીડીબીએ નગર જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
- બિલ્ડિંગ ધરાશાયી થતા 11 લોકોના મોત થઇ
મુંબઇઃ મલાડ વેસ્ટના માલવાની વિસ્તારમાં એક ચાર માળની બિલ્ડિંગ બુધવારે રાત્રે 11.10 વાગે ધરાશાયી થઇ હતી. બિલ્ડિંગ ધરાશાયી થતા 11 લોકોના મોત થઇ છે જ્યારે આઠ અન્ય ગંભીરરૂપે ઇજાગ્રસ્ત થયા છે. જેમને બીડીબીએ નગર જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ મુંબઇના બાંન્દ્રા વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 1ની મોત, 5 ઇજાગ્રસ્ત
ફસાયેલા લોકોને બચાવવાનો કાર્યક્રમ હજુ પણ ચાલુ
જ્યારે બિલ્ડિંગ ધરાશાયી થઇ ત્યારે કેટલાક બાળકો સહિત કેટલાય લોકો બિલ્ડિંગની અંદર હતા. ઘટના પછી તરત જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. સ્થાનીય પોલીસ અને લોકોની મદદથી ફસાયેલા 15 લોકોને બચાવવામાં આવ્યા હતા. ફસાયેલા લોકોને બચાવવાનો કાર્યક્રમ હજુ પણ ચાલુ છે.
શહેરમાં ભારે વરસાદ થવાથી બિલ્ડિંગ ધરાશાયી થઇ છેઃ પ્રધાન અસલમ શેખ
બૃહન્મુંબઇ નગર નિગમ(BMC)એ કહ્યું કે, આસપાસની ત્રણ બિલ્ડિંગ ખતરનાક સ્થિતિમાં છે અને તેને ખાલી કરાવવામાં આવી છે. મહારાષ્ટ્રના પ્રધાન અસલમ શેખ મુજબ, શહેરમાં ભારે વરસાદ થવાથી બિલ્ડિંગ ધરાશાયી થઇ છે. મુંબઇમાં ગઇ કાલે એટલે કે બુધવારે આખો દિવસ ભારે વરસાદ થયો હતો. તેથી શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઇ ગયા હતા અને રસ્તા અને રેલ પાટાઓ પણ બંધ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ મુંબઈમાં ઈમારત ધરાશાયી થતાં 6ના મોત તો અનેક ઘાયલ, બચાવ કામગીરી શરૂ
વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર
ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે મુંબઇ સહિત વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.