ETV Bharat / bharat

સરોજ હોસ્પિટલના કર્મચારીઓ અને ડોક્ટરો થયા કોરોનાગ્રસ્ત

author img

By

Published : May 10, 2021, 2:26 PM IST

નવી દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે ત્યારે દિલ્હીની સરોજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના કર્મચારીઓ અને ડોક્ટરો કોરોનાગ્રસ્ત થયા છે.

કર્મચારીઓ અને ડોક્ટરો થયા કોરોનાગ્રસ્ત
કર્મચારીઓ અને ડોક્ટરો થયા કોરોનાગ્રસ્ત
  • દિલ્હીમાં કોરોનાની લહેર યથાવત્
  • હોસ્પિટલના કર્મચારીઓ અને ડોક્ટરો કોરોનાગ્રસ્ત થયા
  • રસીના બે ડોઝ અપાયા બાદ પણ ડોક્ટરનું થયું મૃત્યુ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોનાની લહેર ચાલુ છે. દિલ્હીની સરોજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના કર્મચારીઓ અને ડોક્ટરો કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે કોરોના રસીના બે ડોઝ અપાયા બાદ પણ એક ડોક્ટરનું કોરોનાથી મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: પરિવારના સભ્યો સંક્રમિત છતાં રાજકોટ સિવિલના તબીબ કરી રહ્યા છે દર્દીઓની સેવા

રસીકરણ પછી પણ થયું મૃત્યુ

સરોજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પી.કે. ભારદ્વાજે જણાવ્યું હતું કે, હોસ્પિટલના સિનિયર ડોક્ટર, એ.કે. રાવતનું શનિવારે મોડી રાત્રે કોરોનાથી અવસાન થયું હતું. ડો. ભારદ્વાજે કહ્યું કે, ડો. એ.કે. રાવતે રસીના બન્ને ડોઝ લીધા હતા, પરંતુ તેમ છતાં તેમનું કોરોનાથી મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: રાજકોટમાં તબીબ પત્ની કોરોનાગ્રસ્ત થયા બાદ પણ ડોક્ટર હોસ્પિટલમાં નિભાવી રહ્યા છે ફરજ

80 કર્મચારી અને ડોક્ટરો કોરોના પોઝિટિવ

સરોજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના આરોગ્ય અધિકારી ડો.પી.કે. ભારદ્વાજે જણાવ્યું હતું કે, હાલમાં હોસ્પિટલના 80 કર્મચારીઓ તેમજ ડોક્ટરો કોરોનાગ્રસ્ત છે. હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા તમામ સ્ટાફની યોગ્ય દેખરેખ રાખવામાં આવી છે. મોટાભાગના ચેપગ્રસ્ત કર્મચારીઓ ઘરે આઈસોલેશનમાંં સારવાર લઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.