ETV Bharat / bharat

TOP NEWS: આજે RBI કરશે EMI પર જાહેરાત,રામોજી ફિલ્મ સિટી આજથી ફરી ખુલશે, સહિતના અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Varun Gandhi

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

8 October TOP NEWS
8 October TOP NEWS
author img

By

Published : Oct 8, 2021, 5:00 AM IST

આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

  • તહેવારોની સીઝનમાં EMI પર રાહત અથવા ઝટકો, આજે RBI કરશે જાહેરાત

તહેવારોના સમયમાં સામાન્ય લોકોને EMI પર રાહત મળશે કે પછી મોટો ઝટકો લાગશે, તે 8 ઓક્ટોબર એટલે કે શુક્રવારે નક્કી થશે. ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની ત્રણ દિવસીય દ્વિમાસિક બેઠક શરૂ થઈ છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ શુક્રવારે બેઠકનો નિર્ણય જાહેર કરશે. તહેવારોની સિઝનને જોતા દરેકની નજર સમિતિની આ બેઠક પર છે.

  • આજે ભારતીય વાયુસેનાની 89મી વર્ષગાંઠ

ભારતીય વાયુસેનાની 8 ઓક્ટોબરના દિવસે 89 મી વર્ષગાંઠને લઈને ઉજવણી કરવામાં આવશે. આ અગાઉ ભારતીય વાયુસેનાએ ગાઝિયાબાદના હિન્ડન એર બેઝ પર ફુલ ડ્રેસ રિહર્સલ કર્યું હતું. ગાઝિયાબાદમાં એરફોર્સ દ્વારા ફુલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું હતું. આકાશમાં ગર્જના કરતા વિમાનોએ તેની શકિતનું પ્રદર્શન કર્યું હતું.

  • રામોજી ફિલ્મ સિટી 8 ઓક્ટોબરથી ફરી ખુલશે

રામોજી ફિલ્મ સિટી આજે 8 ઓક્ટોબરથી ફરી એકવાર પ્રવાસીઓને મનોરંજનની સુંદર અને સાહસિક દુનિયામાં લઇ જવાની પોતાની કામગીરી ફરી શરૂ કરવા માટે તૈયાર છે. COVID-19 સંદર્ભે તમામ સુરક્ષા સાવચેતીઓ સાથે રજાઓનો આનંદદાયક સંતોષ અને લક્ઝરી ડેસ્ટિનેશન તરીકે સલામત સફરની ખાતરી આપે છે. 2,000 એકરમાં ફેલાયેલી રામોજી ફિલ્મ સિટીમાં શ્વાસ લેવાનું ભૂલી જવાય એવા સુંદર આકર્ષક માર્ગો છે. રામોજી ફિલ્મ સિટી થીમ આધારિત આકર્ષણો, મેકબિલીવ લોકાલ્સ, ચિત્તાકર્ષક ગાર્ડન્સ, જળધોધ જેવા ફુવારાઓ અને સર્જનાત્મક મનોરંજન માટે પ્રખ્યાત છે. Click Here

ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

  • PM મોદીએ દેશને સમર્પિત કર્યા 35 ઑક્સિજન પ્લાન્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઋષિકેશ એમ્સથી દેશના અલગ-અલગ રાજ્યો માટે 35 ઑક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડથી તેમના ખાસ લગાવ વિશે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે, ઉત્તરાખંડે તેમના જીવનની દશા બદલી દીધી. PM મોદીએ જણાવ્યું કે, જે ધરતીએ તેમને આટલું બધું આપ્યું, ત્યાં આવવાને તેઓ પોતાનું સૌભાગ્ય માને છે. હિમાલયની ધરતી ત્યાગનો રસ્તો બતાવે છે. અહીં આવીને તેમનો ઇરાદો વધારે મજબૂત થયો છે. વડાપ્રધાને કહ્યું કે, ઉત્તરાખંડ આવીને વધારે શક્તિ મળે છે. PMએ યોગ અને આયુર્વેદ માટે ઉત્તરાખંડના યોગદાનને યાદ કર્યું. Click Here...

  • ભાજપની નવી રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતના દિગ્ગજ નેતાઓનું સ્થાન

ભારતીય જનતા પાર્ટીએ નવી રાષ્ટ્રીય કારોબારી(BJP National Executive)ની જાહેરાત કરી છે. જેમાં 80 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. મેનકા ગાંધી (Menaka Gandhi) અને વરુણ ગાંધી(Varun Gandhi)ને નવી કારોબારીમાંથી પડતા મૂકવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ લખીમપુર ખેરીમાં થયેલી હિંસા બાદ વરુણ સતત યોગી સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. Click Here...

  • આર્યન ખાન સહિત 8 આરોપીઓને કસ્ટડી મોકલાયા

ક્રૂઝ રેવ પાર્ટી(Mumbai Cruise Rave Party) કેસમાં બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan khan)ની કસ્ટડી આજે ગુરુવારે પૂરી થાય છે. આ કેસમાં મુંબઈની કોર્ટે આર્યનને 7 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો, જેને લઈને જામીન અરજીની સુનાવણી માટે આર્યન કોર્ટ પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન ડ્રગ વિરોધી એજન્સી NCB વતી કહેવામાં આવ્યું કે, આ મામલાની તપાસ માટે અમને સોમવાર સુધી આર્યન ખાનની કસ્ટડીની જરૂર છે, ત્યારે આર્યન સહિત 7 આરોપીઓને કોર્ટે 14 દિવસની કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે. Click Here...

  • આર્યન ખાન પર ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરનું નિવેદન

ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન (Aryan Khan Drugs Case)પર ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર(Sadhvi Pragya Singh Thakur)નું નિવેદન સામે આવ્યું છે. સાધ્વી પ્રજ્ઞાએ શાહરૂખ ખાન પર આરોપ લગાવતા કહ્યું કે, 'આ તે લોકો છે જે કહેતા હતા કે અમે સુરક્ષિત નથી'. આ લોકોએ હંમેશા પાકિસ્તાનને મદદ કરી છે. અહીં કમાઓ, ત્યાં રોકાણ કરો. આ લોકોએ ક્યારેય ભારતને મદદ કરી નથી. આવા લોકોની વાસ્તવિકતા બધાની સામે આવી રહી છે. Click Here...

સુખીભવ:

  • Eating disorder : સામાન્ય સમસ્યા નથી

16 વર્ષની દિવ્યાએ કોરોનાકાળમાં પોતાનો 10 માં ધોરણનો અભ્યાસ કર્યો અને પરીક્ષાઓ ઓનલાઇન ક્લાસ દ્વારા આપી હતી. પરંતુ જ્યારે દિવ્યાએ 11 માં ધોરણના અભ્યાસ માટે ફરીથી નિયમિતરુપે શાળામાં જવાનું શરૂ કર્યું ત્યારે એક કારણ શાળામાં ન જવાની આદત પડી હતી તે બીજું અભ્યાસના દબાણમાં અચાનક વધારો થવાને કારણે દિવ્યા વધુ તણાવ અનુભવવા લાગી. તે અચાનક વધુને વધુ ખોરાક અને ક્યારેક નાસ્તો ખાવાનું શરૂ કર્યું. દિવ્યાની ખાવાની આદતોના વર્તનમાં ફેરફાર થયા પછી તેના માતાપિતા કાઉન્સિલિંગ સલાહ માટે ગયા ત્યાકે ખબર પડી કે કે દિવ્યા ખાવાની વિકૃતિનો (Eating disorder) શિકાર છે. માત્ર દિવ્યા જ નહીં, સામાન્ય રીતે લોકો ખાવાપીવાની આદતોને લઇને વધુ સચેત હોતા નથી તેથી મોટાભાગના લોકો પ્રાથમિક સ્તરે ખાવાની વિકૃતિ જેવી સમસ્યા પર ધ્યાન જતું નથી. જોકે તે પીડિતના રોજિંદા જીવનને ઘણી અસર કરે છે. Click Here...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.