ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી 11 લોકોના મોત, મુખ્યપ્રધાને આપ્યા કડક નિર્દેશ

ઉત્તરપ્રદેશના લોધા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી કુલ 11 લોકોના મોત થયા છે, જેમાંથી 5 લોકોના મોત તો આજે સવારે જ થયા હતા. આ મામલાની તપાસ માટે મુખ્યપ્રધા યોગી આદિત્યનાથે નિર્દેશ કર્યા છે.

author img

By

Published : May 28, 2021, 12:21 PM IST

Updated : May 28, 2021, 2:04 PM IST

ઉત્તરપ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી 11 લોકોના મોત, મુખ્યપ્રધાને આપ્યા કડક નિર્દેશ
ઉત્તરપ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી 11 લોકોના મોત, મુખ્યપ્રધાને આપ્યા કડક નિર્દેશ
  • ઉત્તરપ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી 11 લોકોના મોત
  • લોધા વિસ્તારમાં 11 લોકોના થયા હતા મોત
  • ગામના દેશી દારૂના અડ્ડાઓને સીલ કરાયા

લખનઉઃ ઉત્તરપ્રદેશના લોધા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાના કારણે 11 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલાની ગંભીરતાને જોતા પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ ગામના દેશી દારૂના અડ્ડાઓને સીલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- મધ્યપ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી 11 લોકોના મોત

5 લોકોના મોત શુક્રવારે સવારે થયા હતા

આ મામલાની જાણકારી આપતા ડીએમએ જણાવ્યું હતું કે, અલીગઢમાં 2 ટ્રક ડ્રાઈવર અને 3 ગ્રામીણોના મોત થયા છે. જ્યારે આસપાસના ગામમાં પણ મોત થયા છે, જેની પુષ્ટિ હજી સુધી થઈ નથી. ડીએમએ વધુમાં કહ્યું હતું કે, અત્યારે કુલ 11 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં 5 લોકોના મોત આજે સવારે થયા હતા. જ્યારે અન્ય લોકોની પણ ગંભીર હાલત હોવાથી તેમનું પણ મોત થયું હતું. આપને જણાવી દઈએ કે, દારૂની દુકાન એક જ અડ્ડાવાળાની હતી, જેેને સીલ કરી દેવામાં આવી છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- પંજાબમાં ઝેરી દારૂ પીવાથી 86ના મોત, મૃતકોના પરિવારને 2 લાખની સહાય

દોષીતોની સંપત્તિ વેચી તે પૈસાથી મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવામાં આવશેઃ મુખ્યપ્રધાન

અલીગઢમાં દારૂથી મોત થવા અંગે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કડક નિર્દેશ આપ્યા છે. આ સાથે જ આબકારી અને ગૃહ વિભાગના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે. મુખ્યપ્રધાને દોષીતો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જો દારૂ સરકારી અડ્ડામાંથી ગયો છે તો અડ્ડા સીલ કરવામાં આવે. જ્યારે દોષીતો પર NSA અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે. દોષીતોની સંપત્તિ કબજે કરી તેની હરાજી કરવામાં આવશે અને તેનાથી મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવામાં આવશે.

Last Updated : May 28, 2021, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.