ETV Bharat / bharat

75 years of independence: હિસારની સ્વતંત્રતાની કથાનો કાળખંડ, જેમાં અંગ્રેજોની બર્બરતાનું પ્રકરણ છે! - Bahadur Shah Zafar

આઝાદ ભારતમાં જીવતાં સૌ કોઇને લોકશાહીની કિમત વિરોધ પ્રદર્શનોની તાકાતમાં દેખાતી હોય તો આ નજીકના જ ભૂતકાળને વિસરવો ન જોઇએ. 75 years of independence નિમિત્તે દેશનો અર્થ જાણતાં સ્વાતંત્ર્યસેનાનીઓના (Freedom fighters ) સંઘર્ષ અને તેમના જીવનની મુશ્કેલીઓ વિશે જાણો. 1947માં આપણને આઝાદી મળી પણ તેના માટે આપણાં પૂર્વજો સેંકડો વર્ષો સુધી લડ્યાં હતાં.1857ની ઘણી વાર્તાઓ છે જે કહે છે કે ભારત માતાના પુત્રોએ આપેલા બલિદાન અતુલ્ય હતાં.

આઝાદીના 75 વર્ષઃ હિસારની સ્વતંત્રતાની કથાનો કાળખંડ, જેમાં અંગ્રેજોની બર્બરતાનું પ્રકરણ છે!

author img

By

Published : Oct 17, 2021, 6:22 AM IST

  • દેશની આઝાદીમાં કુરબાન થનારાં શહીદોને સ્મરણાંજલિ
  • સ્વાતંત્ર્યસેનાનીઓના સંઘર્ષ અને તેમના જીવનની મુશ્કેલીઓ વિશે જાણો
  • હિસારની ટૂંકી આઝાદી અને પુનઃગુલામીની સંઘર્ષકથા

હિસારઃ જો તમે આઝાદ દેશનો (75 years of independence) અર્થ શું છે તે જાણવા માગતા હો તો સ્વાતંત્ર્યસેનાનીઓના (Freedom fighters ) સંઘર્ષ અને તેમના જીવનની મુશ્કેલીઓ વિશે જાણો. આપણે 1947માં આઝાદ થયાં પણ આપણાં પૂર્વજો સેંકડો વર્ષો સુધી લડ્યાં હતાં.. 1857ની ઘણી વાર્તાઓ છે જે કહે છે કે ભારત માતાના પુત્રોએ આપેલા બલિદાન અતુલ્ય હતાં. આજે અમે કેટલાક આવા ક્રાંતિકારીઓની વાત જણાવી રહ્યાં છીએ, જેમના પરાક્રમોએ ઇતિહાસના પાનાં પર તેમને જેટલી જગ્યા મળી તેના કરતાં મોટા હતાં. એટલું મોટું કે 1857માં તેમણે હિસારને (Hisar) આઝાદ કરાવી દીધું હતું.

75 years of independence હિસારની સ્વતંત્રતાની કથાનો કાળખંડ

હિસારની સ્વતંત્રતાનો સંઘર્ષ

29 મે 1857ના રોજ હિસાર (Hisar) સ્વતંત્ર થયું હતું, પરંતુ સંઘર્ષ પૂર્ણ થયો ન હતો. હિસારમાં રહેલા તમામ બ્રિટિશરોને ક્રાંતિકારીઓએ કાં તો મોતને ઘાટ ઉતારી દીધાં હતાં અથવા જેલમાં ધકેલી દીધાં હતાં. તેમાંથી એક અંગ્રેજ, ભાગી જવામાં સફળ રહ્યો અને તેણે ઉચ્ચ અફસરોને સમગ્ર ઘટના વિશે જાણ કરી.

બહાદુરશાહના પરિવારની આગેવાનીમાં લડાઈ

આ લડાઈ આઝમખાનના નેતૃત્વમાં લડાઈ રહી હતી.આઝમખાન બહાદુરશાહ ઝફરના (Bahadur Shah Zafar) પરિવારના હતાં. ક્રાંતિકારીઓ પાસે તલવાર અને જેલિઓ જેવા પરંપરાગત હથિયારો હતાં અને અંગ્રેજો પાસે બંદૂકો હતી. આ સિવાય અંગ્રેજો પાસે એક પ્લસ પોઇન્ટ પણ હતો કે તેઓ કિલ્લાની અંદર હતાં અને ક્રાંતિકારીઓ બહાર હતાં. પરિણામ એ હતું કે ક્રાંતિકારીઓની છાતી ગોળીઓથી ચારણી બની ગઈ. આ યુદ્ધમાં 438 ક્રાંતિકારીઓ શહીદ થયાં હતાં. જેમાંથી 235 શહીદોના મૃતદેહો વેરવિખેર પડેલાં જોવા મળ્યાં હતાં અને બાકીનાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ક્રાંતિકારીઓ યુદ્ધ હારી ગયાં અને 123 લોકોને કેદી બનાવવામાં આવ્યાં હતાં. અંગ્રેજોની (Brirish saltanat) બર્બરતાનો ખેલ આ પછી શરૂ થયો. અંગ્રેજો 123 લોકોને રોડ રોલર્સ લાવીને તેની નીચે કચડી નાખ્યાં હતાં.

બળવાની નિષ્ફળતા બાદ ઇતિહાસમાં દફન થયું પ્રકરણ

આ રીતે હિસાર (Hisar) 30 મે 1857થી 19 ઓગસ્ટ 1857 સુધી સ્વતંત્ર રહ્યું. દરમિયાન બળવાને દિલ્હીમાં પણ દબાવવામાં આવ્યો અને બહાદુરશાહ ઝફરને કેદ કરવામાં આવ્યાં હતાં. પરંતુ આઝાદીના દીવાના લોકો દ્વારા પ્રગટાવવામાં આવેલી આ મશાલ 15 ઓગસ્ટ 1947 ફરી રોશન થઈ અને તે એવી હતી કે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો જન્મ (75 years of independence) થયો હતો.

હિસારથી કુલદીપ કુમાર, ઈટીવી ભારત હરિયાણા

આ પણ વાંચોઃ એ રાજાઓ અને જમીનદારો જેમણે અંગ્રેજોને વળતી લડત આપી હતી

આ પણ વાંચોઃ આઝાદીના 75 વર્ષઃ આસામના ગાંધી જેમણે દલિતોના ઉત્થાન માટે જીવન ખર્ચી નાંખ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.