- શાહપુરાના સ્વતંત્રતાસેનાની કેસરીસિંહ બારહઠની ગાથા
- આખા બારહઠ પરિવારની કુરબાનીની વાત
- રાજકીય સંગ્રહાલયમાં સુરક્ષિત છે પાઘડી
ન્યૂઝ ડેસ્ક: શક્તિ, ભક્તિ અને કુરબાનીની અમર ભૂમિ શાહપુરાના કણ કણમાં મહાન ક્રાંતિકારી કેસરીસિંગ બારહઠ અને તેમના પરિવારની શૌર્યગાથા ગૂંજે છે. અહીં આવેલા રાજકીય સંગ્રહાલયમાં કેસરીસિંહ, તેમના ભાઇ જોરાવરસિંહ અને પુત્ર પ્રતાપસિંહ બારહઠની ગૌરવગાથાનો સંગ્રહ છે. ખાસ વાચ એ છે કે તેમની પાઘડી પણ સુરક્ષિત છે. કેસરીસિંહ બારહઠનો જન્મ 21 નવેમ્બર 1872ના રોજ થયો હતો. તેઓ શાહપુરા ક્ષેત્રના દેવ ખેડાના જમીનદાર હતાં. તેમણે યુવાનોમાં ક્રાંતિની અલખ જગાવી. પૂરા પરવારને આઝાદીના આંદોલનમાં ઊતારી દીધું હતું.
મહાત્મા ગાંધીને પણ પૂર્ણ સહયોગ આપ્યો
કેસરીસિંહ બારહઠની આ હલેવીમાં સ્વતંત્રતા આંદોલનની રણનીતિ ઘડવા માટે ગુપ્ત ચર્ચાઓ થતી હતી. તેમણે મહાત્મા ગાંધીને પણ પૂર્ણ સહયોગ આપ્યો. કેસરીસિંહે રાજસ્થાનીમાં લખેલા 13 સોરઠા..'ચેતાવણી રા ચૂંગટ્યા' દ્વારા પણ લોકોમાં ક્રાંતિનું રણશિંગુ ફૂક્યું.
27 વર્ષ સુધી છુપાઇને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં રહ્યાં
કેસરીસિંહ બારહઠના નાનાભાઈ જોરાવરસિંહ બારહઠે 23 ડીસેમ્બર 1912ના રોજ દિલ્હીના ચાંદનીચોકમાં નીકળેલા ભવ્ય જુલૂસમાં લોર્ડ હાર્ડિંગ પર બોમ્બ ફેંકી દીધો હતો. તે સમયે પ્રતાપસિંહ બારહઠ પણ તેમની સાથે હતાં. જોરાવરસિંહે 27 વર્ષ સુધી મધ્યપ્રદેશના માળવા અને રાજસ્થાનમાં અંગ્રેજોથી બચીને રહેવા માટે કાઢ્યાં હતાં. 17 ઓક્ટોબર 1939ના રોજ તેમનું નિધન થઇ ગયું હતું.
ફક્ત 25 વર્ષની વયમાં થઈ ગયાં શહીદ
કેસરીસિંહ બારહઠના પુત્ર પ્રતાપસિંહ બારહઠે પણ સ્વતંત્રતા માટે પોતાના પ્રાણની આહૂતિ આપી દીધી. પ્રતાપસિંહ બારહઠનો જન્મ 24 મે 1893ના રોજ થયો હતો. 24 મે 1918ના દિવસે 25 વર્ષની ઉંમરે જ તેઓ શહીદ થઈ ગયાં હતાં.
પ્રતાપસિંહ બારહઠ સંસ્થાન સાથે જોડાઈને કરે છે કામ
કેસરીસિંહ બારહઠની પુત્રીની પૌત્રીને પણ પોતાના વડવાઓ પર ગર્વ છે. તે પોતે પણ શહીદ પ્રતાપસિંહ બારહઠ સંસ્થાન સાથે જોડાયેલાં છે. સ્વતંત્રતા સંગ્રામમાં શાહપુરાના બારહઠ પરિવારની અગ્રણી ભૂમિકા રહી છે. બારહઠ પરિવારના ત્યાગ, તપસ્યા અને બલિદાનની ગૌરવગાથા સાંભળીને સૌની છાતી ગર્વથી ફુલી જાય છે.