નવી દિલ્હી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે. આ ખાસ અવસરે તેમને પ્રશંસકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. PM મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધી ઘણા મોટા નિર્ણયો લીધા છે, જેની અસર આવનારા વર્ષો સુધી રહેશે. તો ચાલો PM નરેન્દ્ર મોદીએ લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયો પર એક નજર કરીએ.
નોટબંધી: તારીખ 8 નવેમ્બર 2016ના રોજ PM મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ બીજા દિવસથી બેન્કોની બહાર લાંબી કતારો લાગી ગઈ હતી. જેની પાસે 500 અને 1000 રુપિયાની ચલણી નોટ હતી તેઓ તેમને બદલવામાં વ્યસ્ત હતા. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, નોટબંધી પછી લગભગ 16 હજાર કરોડ રુપિયા પાછા નથી આવ્યા. એટલે કે, કાળું નાણું હતું. જોકે, રોકડ પ્રવાહ જાળવવા માટે સરકારે ફરીથી બજારમાં નાણું અટકાવવું, આંતકવાદીઓનું ભંડોળ અટકાવવું અને ડિજિટલ ઉદેશ્યોને પ્રોત્સાહન આપવાનો છે. સરકાર માને છે કે, નોટબંધીથી ડિજિટલ ચળવળમાં ચમત્કારિત ફેરફારો થયા છે.
સર્જીકલ સ્ટ્રાઈક: સર્જીકલ સ્ટ્રાઈકને મોદી યુગની બીજી સૌથી મોટી જાહેરાત માનવામાં આવે છે. તારીખ 18 સપ્ટેમ્બરના રોજ જમ્મુ-કાશ્મિરના ઉરી સેક્ટરમાં આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 19 જવાનો શહીદ થયા હતા. તેના માત્ર 10 દિવસ બાદ તારીખ 28 સપ્ટેમ્બર 2016ના રોજ ભારતીય સેનાએ સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. રાતના અંધારામાં સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આપણા બહાદુર સૈનિકો સવારના પાંચ વાગ્યા પહેલા પરત ફર્યા હતા. કમાન્ડો ત્રણ કિલોમીટર ચાલીને ત્યાં પહોંચ્યા હતા. MI 17 હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનની સેનાને પણ આ વાતની જાણ ન હતી, ત્યાં સુધીમાં કમાન્ડો સુરક્ષિત પાછા આવી ગયા હતા.
બાલાકોટ એર સ્ટ્રાઈક: તારીખ 26 ફેબ્રુઆરી 2019ના રોજ બીજી વાર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ સ્ટ્રાઈક પહેલા તારીખ 14 ફેબ્રુઆરી 2019ના રોજ આતંકીઓએ પુલવામામાં CRPFના જવાનો પર હુમલો કર્યો હતો, જેમાં 40 જવાનો શહીદ થયા હતા. ત્યાર બાદ બાલાકોટ એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી.
કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી: મોદી સરકારનો ત્રીજો સૌથી મોટો નિર્ણય જમ્મુ-કાશ્મિર પર હતો. તારીખ 5 ઓગસ્ટ 2019ના રોજ સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા. સરકારે અલગતાવાદી નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. મુખ્ય પક્ષોના વડાઓને પણ નજરકેદ કરવામાં આવ્યા હતા. ઈન્ટરનેટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં સુરક્ષા દળોની હાજરી વધારવામાં આવી હતી. આ જાહેરાત બાદ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ ઘણી હદે ઘટી ગઈ છે.
નાગરિકતા સંશોધન કાયદાનો મુદ્દો: CAAનો મુદ્દો પણ હતો. નાગરિકતા સંશોધન કાયદાનો મુદ્દો આજ સુધી ગરમ છે. આ અંતર્ગત પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઈ છે. આ દેશોમાં હિન્દુ, જૈન, શીખ, પારસી અને ખ્રિસ્તીઓ લઘુમતી છે. દેશમાં અલગ અલગ જગ્યાએ આના વિરોધમાં દેખાવો થયા હતા. સરકારે IPCમાં સુધારો કરવા માટે પણ મોટી પહેલ કરી છે. આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેને સ્ટેન્ડિંગ કમિટીમાં વિચારણા માટે મોકલવામાં આવ્યું હતું.
- PM Modi's 73rd birth day: PM મોદીના 73માં જન્મદિવસ પર કાશીમાં માતા ગંગાનો અભિષેક, દીર્ઘાયુની કામના
- Anantnag operation enters 5th day: અનંતનાગમાં પાંચમા દિવસે પણ આતંકવાદીઓને ખતમ કરવાનું ઓપરેશન યથાવત
- Hyderabad CWC meeting kharge : ખડગેએ નેતાઓને શિસ્તમાં રહેવાની સલાહ આપી, એક થઈને કામ કરવા માટે આહ્વાન કર્યું