- 73 વર્ષની મહિલા શોધી રહી છે પતિ
- માતાપિતાના મૃત્યુ બાદ ઘરે એકલા રહેવાનો ડર સતાવે છે મહિલાને
- મહિલા સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા ઘણા લોકો
કર્ણાટક : એક 73 વર્ષીય મહિલાએ સ્થાનિક દૈનિકપત્રમાં વર જોઇએ છે તેવી જાહેરાત આપી હતી. આ જાહેરાતમાં પોતાનો મોબાઇલ નંબર પણ આપ્યો છે. આ જાહેરાતમાં મહિલાએ જણાવ્યું છે કે, હું 73 વર્ષની છું અને સરકારી નોકરીમાંથી નિવૃત્ત છું. મારે એક તંદુરસ્ત અને બ્રાહ્મણ વરની જરૂર છે, જે મારાથી 3 વર્ષ મોટો હોવો જોઇએ.
આ પણ વાંચો - સ્ત્રીઓની લગ્નની વય વધારીને 21 વર્ષ કરવી, એ એક ઉપરચોટિયો વિચાર છે, સરકારે શિક્ષણ-રોજગારી પર ધ્યાન આપવું જોઇએ
મારી સાથે સમય પસાર કરવા માટે મારે જીવનસાથીની જરૂર છે
મારી સાથે સમય પસાર કરવા માટે મારે જીવનસાથીની જરૂર છે. મેં કાયદા અનુસાર લગ્ન કરવાનું નક્કી કર્યું છે. મેં તેની જાહેરાત કરી છે. આમાં શું ખોટું છે? તેમ આ મહિલાએ જણાવ્યું હતું. મારા પહેલા લગ્ન નિષ્ફળ રહેતા છૂટાછેડા લીધા હતા. હું મારા માતાપિતાના મૃત્યુ બાદ ઘરે એકલા રહેવાનો ડર અનુભવું છું. કેટલાક વૃદ્ધ લોકો પહેલેથી જ આ મહિલા સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે, તેમ આ મહિલાએ ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું.
આ પણ વાંચો - ઇન્દોરની ગોરીને ગુજરાતી વર, વીડિયો કોલિંગથી માતા-પિતાના આશીર્વાદ લીધા