નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ ચીનમાં ફરી એકવાર હાહાકાર મચી ગયો છે. અહીં, ભેદી ન્યૂમોનિયા ગણાતો ઈન્ફ્લૂએન્ઝા એ વાયરસનો પેટા ટાઈપ H9N 2નો કહેર જોવા મળી રહ્યો છે. ચિંતાની બાબત એ છે કે. ચીન બાદ હવે ભારતમાં પણ આ કેસ સામે આવી રહ્યાં છે. જો કે આ અંગે AIIMSના ડોક્ટરનું કહેવું છે કે, ભારતની ચીનની સ્થિતિ સાથે સરખામણી કરવી યોગ્ય નથી.
કાર્ડિયોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અમરેન્દ્ર સિંહ મલ્હી કહે છે કે AIIMS દરેક ખતરા માટે તૈયાર છે. જ્યાં સુધી માયકોપ્લાઝમા ન્યુમોનિયાની વાત છે, ભારતને તેનાથી કોઈ ખાસ ખતરો દેખાતો નથી. તેમણે કહ્યું કે ભારતમાં પણ ચીનના માયકોપ્લાઝમા ન્યુમોનિયાના કેસ ભારતમાં પણ છે. ભારતમાં એપ્રિલથી ઓક્ટોબર 2023 વચ્ચે દિલ્હીમાં 7 કેસ જોવા મળ્યા હતા. ભારતને ચીનના 'ન્યુમોનિયા'થી ખતરો નથી. તેમ છતાં, બાળકો અને વૃદ્ધોની ઉધરસને લઈને સાવધ રહેવાની જરૂર છે.
આપને જણાવી દઈએ કે, દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)એ માયકોપ્લાઝમા ન્યુમોનિયાની ઓળખ કરી છે. લેન્સેટ માઇક્રોબ જર્નલના અહેવાલ મુજબ, AIIMS દિલ્હીએ એપ્રિલ અને સપ્ટેમ્બર 2023 વચ્ચે એકત્ર કરાયેલા સાત નમૂનાઓમાં આ બેક્ટેરિયા શોધી કાઢ્યો, જે 'વૉકિંગ ન્યુમોનિયા'નું કારણ બને છે. અમેરિકન લંગ એસોસિએશનના જણાવ્યા અનુસાર, માયકોપ્લાઝમાના લક્ષણોમાં ઉધરસ, તાવ, છાતીમાં દુખાવો, સહેજ શરદી અને માથાનો દુખાવોનો સમાવેશ થાય છે. ભારત ઉપરાંત ડેનમાર્ક અને નેધરલેન્ડમાં પણ આ ન્યુમોનિયાના કેસ નોંધાયા છે.