ETV Bharat / bharat

Road Accident in Faridabad: ફરીદાબાદમાં ભયાનક માર્ગ અકસ્માત, મિત્રનો જન્મદિવસ મનાવીને પરત ફરી રહેલા 6 યુવકોના મોત

ફરીદાબાદમાં ગુરુવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 6 યુવકોના મોત થયા હતા. તમામ યુવકો ગુરુગ્રામમાં મિત્રનો જન્મદિવસ મનાવીને પરત ફરી રહ્યા હતા. મૃતકોની ઉંમર 24 થી 30 વર્ષની હતી.

author img

By

Published : Mar 3, 2023, 5:23 PM IST

6-people-died-in-faridabad-accident-on-gurugram-faridabad-road

ફરીદાબાદ: ફરીદાબાદમાં ગુરુવારે મોડી રાત્રે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 6 યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કોઈને કારમાંથી બહાર નીકળવાની તક મળી ન હતી. અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો પલવલ જિલ્લાના રહેવાસી હતા. માર્ગ અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ભયાનક માર્ગ અકસ્માત: ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ફરીદાબાદ જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે પલવલ જિલ્લાના રહેવાસી પુનીત, જતીન, આકાશ, સંદીપ, બલજીત અને વિશાલ અલ્ટો કારમાં સવાર થઈને પોતાના મિત્રનો જન્મદિવસ મનાવવા ગુડગાંવ ગયા હતા. બર્થ ડે સેલિબ્રેટ કરીને બધા મોડી રાત્રે પરત ફરી રહ્યા હતા. જ્યારે તે ગુરુગ્રામ-ફરીદાબાદ રોડ પર પાલી ગામ પાસે પહોંચ્યો ત્યારે તેની કાર એક ડમ્પર સાથે અથડાઈ હતી.

આ પણ વાંચો Bridge Collapse: નેશનલ હાઇવે પર બ્રિજ બનતા પહેલા ધરાશાયી, અધિકારીઓએ સેવ્યું મૌન

કાર સંપૂર્ણ કચડાઈ ગઈ: ટક્કર એટલી જોરદાર હતી કે અલ્ટો કાર સંપૂર્ણ કચડાઈ ગઈ હતી. કારના ટૂકડા ઉડી ગયા હતા અને કાર સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગઈ હતી. જેના કારણે 6 યુવકોમાંથી કોઈને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. આ તમામ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તમામ મૃતકોની ઉંમર 24 થી 30 વર્ષની વચ્ચે હતી. પોલીસે હાલ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો Mumbai Road Accident: મુંબઈમાં મર્સિડીઝ બેન્ઝ બસે વાહનને ટક્કર મારતાં ટેમ્પો ડ્રાઈવરનું મોત

ટ્રકે તેમના ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારી: હરિયાણામાં શુક્રવારની સવાર ખૂબ જ અશુભ સાબિત થઈ છે. શુક્રવારે જ બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. આ પહેલા પાણીપતમાં પણ એક માર્ગ અકસ્માત થયો હતો જેમાં ત્રણ મહિલાઓના મોત થયા હતા જ્યારે 16 લોકો ઘાયલ થયા હતા. પાણીપતના ચુલકાના ધામથી શ્રદ્ધાળુઓ પરત ફરી રહ્યા હતા ત્યારે એક ટ્રકે તેમના ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.