ETV Bharat / bharat

ગાઝીપુર પાસે ટ્રકે 6 વ્યક્તિને કચડી માર્યાં, NHI એ બનાવેલા ખાડાના કારણે થયો ગંભીર અકસ્માત - એનએચઆઈની ગેરરીતિ

ગાઝીપુરમાં એક ભયાનક અકસ્માત થયો હતો. સ્પીડમાં આવતી ટ્રક કાબૂ બહાર જઈને ખાડામાં પડી ગઈ હતી. જ્યાં 50થી વધુ લોકો હાજર હતાં. તમામને ટ્રકે કચડી નાખ્યાં હતાં. 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં જ્યારે 2નું હોસ્પિટલમાં મોત થયું હતું. હજુ 4થી વધુ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં એનએચઆઈની ( NHI ) બેદરકારી સામે આવી છે.

ગાઝીપુર પાસે ટ્રકે 6 વ્યક્તિને કચડી માર્યાં, NHI એ બનાવેલા ખાડાના કારણે થયો ગંભીર અકસ્માત

author img

By

Published : Nov 2, 2021, 1:05 PM IST

  • ઉત્તરપ્રદેશના અહિરૌલી પાસે ગમખ્વાર અકસ્માત
  • ઘટનાસ્થળે જ 4નાં મોત, અન્ય બે હોસ્પિટલમાં દમ તોડ્યો
  • NHI ની બેદરકારી સામે આવી, ગ્રામજનોએ કરી વળતરની માગ

ગાઝીપુર: મોહમ્મદાબાદ કોતવાલી વિસ્તારના અહિરૌલી પાસે ગંભીર અકસ્માત થયો છે. આ અકસ્માત ત્યારે થયો કેટલાક લોકો રસ્તાની બાજુમાં એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. તે જ સમયે એક ટ્રક અચાનક કાબૂ બહાર જઈને ખાડામાં ખાબકી હતી.અકસ્માતની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યાં સુધીમાં સ્થાનિક લોકોએ તમામને બહાર કાઢી લીધાં હતાં. પોલીસ ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ જ્યાં હોસ્પિટલમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં છે. ઘણાં લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે.

NHI દ્વારા બનાવાતા રોડની બાજુમાં ખાડો કાળનું નિમિત્ત બન્યો

અકસ્માત થયો ત્યારે NHI દ્વારા બનાવેલા રોડની બાજુમાં ખાડાને કારણે એક ટ્રકનું વ્હીલ રોડ પરથી ઉતરી ગયું હતું. જે બાદ ટ્રક રોડની બાજુમાં બેઠેલા લોકોને કચડીને લગભગ 50 મીટર સુધી આગળ વધી ગઈ હતી.જેથી ત્યાં બેઠેલા બધાં લોકો પર ટ્રક ફરી વળી હતી. ગ્રામીણોએ અકસ્માતગ્રસ્તોને બચાવવાનો પ્રયત્ન હાથ ધર્યો. ઘટનાસ્થળે જ 4 લોકોના મોત થયાં હતાં અને અન્ય બે જણ હોસ્પિટલમાં મરણ શરણ થયાં હતાં. તો આ ઘટનામાં 6 લોકોના મૃત્યુ નીપજી ચૂક્યાં છે.

પોલીસ અધિકારીઓ દોડી આવ્યાં, ગ્રામજનોએ વળતરની માગ કરી ચક્કાજામ કર્યો

ઘટનાની માહિતી મળતાં જિલ્લા અધિકારી અને પોલીસ અધિક્ષક તાત્કાલિક આવી પહોંચ્યાં હતાં. દરમિયાનમાં ગ્રામજનોએ મૃતદેહોને રસ્તા પર મૂકીને રસ્તો રોકી દીધો હતો. ગ્રામીણોએ વળતર સહિતની અન્ય માગણીઓ માનવાનું આશ્વાસન આપવામાં આવ્યું. લોકોએ મૃતકોના પરિવારજનનો નોકરીની માગણી પણ કરી જોકે કોઇ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો ન હતો.

તપાસમાં એનએચઆઈએ માપદંડ વિરુદ્ધનું કામ કર્યાંનું ખુલ્યું

જોકે ગ્રામજનોના જણાવવા પર અધિકારીઓએ એનએચઆઈ ( NHI ) દ્વારા બનાવવામાં આવેલા માર્ગનું નિરીક્ષણ કર્યું અને સ્વીકાર કર્યો કે આ માર્ગ માપદંડ વિરુદ્ધ બન્યો હતો. આ સ્થિતિમાં તેમણે એનએચઆઈના અધિકારીઓને જવાબ આપવા તેડું મોકલ્યું હતું. આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના વિરુદ્ધ ગુનો નોંધી વિભાગીય કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ અપાયું છે.

આ પણ વાંચોઃ જમ્મુ- કાશ્મીરના ડોડા જિલ્લામાં મિની બસ ખાડામાં પડતા 8 ના મોત, વડાપ્રધાને વ્યક્ત કર્યો શોક

આ પણ વાંચોઃ હાઈ-વે પર અકસ્માત રોકવા ગુજરાત પોલીસને મળી 44 ઈન્ટરસેપ્ટ અને 44 રેસ્ક્યૂ વાન, સ્પીડ ગનથી વાહનોને મળશે ઈ-મેમો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.