- ભોપાલ કલેક્ટરે સિગારેટ અને તમાકુના ઉત્પાદનોનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો
- 6 માસની જેલ અથવા 200 રુપિયાના દંડ કરવામાં આવશે
- આ હુકમનો અનાદર કરવા બદલ થશે કડક કાર્યવાહી
મધ્ય પ્રદેશ : પાટનગરમાં લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવા માટે અને કોરોના સંક્રમણ અટકાવવા માટે કલેક્ટર અવિનાશ લવાનિયાએ ભોપાલ જિલ્લાના સરકારી અને બીન સરકારી કાર્યાલયો સહિત સાર્વજનિક સ્થળો પર કોઇ પણ પ્રકારના તમાકુના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઇ પણ પદાધિકારી, કર્મચારી કે નાગરિક આ હુકમનો અનાદર કરશે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો - ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુના સારા ભાવ મળતા ખેડૂતો ખુશ
થઇ શકે છે 6 મહિનાની જેલની સજા
ભોપાલ જિલ્લામાં તમામ કાર્યાલયો, સ્વાસ્થ્ય સંસ્થાનો સહિત સાર્વજનિક સ્થળો પર તમાકુ પદાર્થોના ઉપયોગ પ્રતિબંધ રહેશે. ઉલ્લંધન કરવા બદલ 6 મહિના જેલની સજા અને 200 રૂપિયાનો દંડની જોગવાઇ કરવામાં આવી છે. ભોપાલ કલેક્ટરે એપેડેમિક એક્ટ અને મધ્ય પ્રદેશ એપેડેમિક ડીસીસ કોવીડ-19 અંતર્ગત આગામી આદેશ સુધી જિલ્લામાં દરેક સરકારી કાર્યાલય અને પરિસરમાં કોઇપણ પ્રકારના તમાકુના ઉત્પાદનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઇ આ હુકમનો અનાદર કરશે, તો તેની સામે કડક પગલા લેવામાં આવશે.
આ પણ વાંચો - રાજ્યમાં તમાકુ, નિકોટીન પર પ્રતિબંધની વાતમાં કેટલું તથ્ય? જાણો અમારો વિશેષ અહેવાલ
પ્રતિબંધ મૂકવાનું કારણ
તમાકુનું સેવન લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે. તમાકુના સેવન કર્યા બાદ લોકો જ્યાં ત્યાં થૂંકે છે. થૂંકવાથી કોરોના સંક્રમણ તેમજ સ્વાઇન ફ્લૂ, યક્ષ્મા, ઇન્સેફ્લાઇટિ જેવી ઘણી અન્ય બિમારીઓ ફેલાઇ શકે છે. તમાકુના સેવાન કરવા વાળા લોકો ગંદકી ફેલાનીને વાતાવરણને પણ દૂષિત કરે છે. જેનાથી અને પ્રકારની બીમારીઓને પણ નોતરે છે. જે કારણે ભોપાલ કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તમાકુ ઉત્પાદન અધિનિયમ ( કોટપા ) હેઠળ પણ જાહેર સ્થળો પર ધુમ્રપાન પ્રતિબંધિત
વિશ્વ આરોગ્ય સંગઠન ( WHO )એ કોરોના સંક્રમણની વિશ્વ વ્યાપી મહામારી જાહેર કરી છે. આવા સમયે માહામારીથી બચવા અને રોકવાની કામગીરી અંતર્ગત ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 268 અને 269 મુજબ કોઇ પણ વ્યક્તિ રોગનું સંક્રમણ ફેલાય તે રીતે વિકટ પરિસ્થિતિમાં બેદરકારીભર્યું વર્તન કરશે, તો તેને 6 મહિનાની જેલ અથવા 200 રૂપિયાના દંડની જોગવાઇ છે. આ જ રીતે સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન અધિનિયમ ( કોટપા ) હેઠળ પણ જાહેર સ્થળો પર ધુમ્રપાન પ્રતિબંધિત છે. જેનો ભંગ કરવા બદલ 200 રૂપિય સુધીના દંડની જોગવાઇ છે.
આ પણ વાંચો - લૉકડાઉન થશે તો તમાકુ નહીં મળે ! જૂઓ, જૂનાગઢમાં તમાકુ લેવા જામી ભીડ