- બિહારના ખગડિયા જિલ્લાના મહેશખૂંટ વિસ્તારની ઘટના
- દિવાલ પડતા 6 મજૂર દિવાલ નીચે દટાઈ જીવ ગુમાવ્યા
- હોસ્પિટલમાં દાખલ 3 ઈજાગ્રસ્ત મજૂરોની હાલત ગંભીર
પટનાઃ બિહારના ખગડિયા જિલ્લાના મહેશખૂંટ વિસ્તારમાં ચંડી ટોલામાં સ્કૂલની દિવાલ પડી ગઈ હતી, જેના કારણે 6 મજૂર દટાઈ જતા તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. જાણવા મળી રહ્યું છે કે, ચંડી ટોલા પ્રાથમિક વિદ્યાલય પાસે કેનાલ બની રહી છે. આ અંગે જેસેબી ખોદકામ કરી રહી છે. તે દરમિયાન જ સ્કૂલની એક દિવાલ પડી હતી. આ ઘટનાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, દિવાલ પડતા 6 મજૂરના મૃત્યુ થયા છે. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન કર્યું હતું. જ્યારે મૃતકોના પરિવારજનોમાં ખૂબ જ ગમગીનીનો માહોલ છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં બ્રિજની દિવાલ ધરાશાયીનો મામલો, મૃતકોના પરિવારજનોને વધુ 5-5 લાખની સહાય
ઠેકેદારોની લાપરવાહીથી મજૂરોનો જીવ ગયાનો સ્થાનિકોનો આક્ષેપ
બાઉન્ડ્રી વોલના બગલથી જ સરકારી યોજના અંતર્ગત કેનાલનું ખોદકામ કરવામાં આવ્યું હતું. લગભગ 10-13 મજૂર આ કામમાં લાગ્યા હતા. આ દરમિયાન જ 3થી 4 ફીટ સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જ 6 મજૂર દિવાલ નીચે દબાઈ ગયા હતા. જોકે, ઈજાગ્રસ્તોની હાલત પણ ગંભીર જણાઈ રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ઠેકેદારોની લાપરવાહીના કારણે આ મજૂરોના જીવ ગયા છે.
આ પણ વાંચો : જોધપુરમાં મકાનની દિવાલ ધરાશાયી થતાં 9 મજૂરોનાં મોત