મધ્યપ્રદેશ : છતરપુર જિલ્લામાં એક ગંભીર અક્સ્માત સર્જાયો હતો. લગ્નમાં આવેલી ગાડી કુવામાં ખાબકતા અક્સ્માત સર્જાયો હતો.આ અક્સ્માતમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. લગ્નનો માહોલ માતમમાં ફેલાયો છે.
અહિરવાર પરિવાર લગ્ન સમારોહમાં સામેલ થવા માટે ઉત્તરપ્રદેશના મહોબાના સ્વાસા ગામથી જાન આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગાડીને કુવામાંથી ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી છે. તેમજ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.