- અનોખી રીતે યુવકે લીધું દહેજ
- અનેક લોકોને આપી પ્રેરણા
- પર્યાવરણ બચાવવાનો આપ્યો સંદેશ
ગાઝીયાબાદ: સમાજમાં દહેજ પ્રથા એક અભિશાપ બની ચુક્યો છે ત્યારે જનપદ ગાઝીયાબાદના સુરાના ગામના એક યુવકે લગ્નમાં દહેજના સ્વરૂપે ઝાડના છોડ લઇને એક નવી પ્રથા શરૂ કરી છે. તેનો પ્રયત્ન છે કે ધીમે ધીમે તેમના ગામથી શરૂ કરીને સમાજમાંથી દહેજ પ્રથાને સંપૂર્ણ રીતે ઉખાડીને ફેંકી દેવામાં આવે. આ જ રસ્તા પર ચાલીને બલ સિંહે સોમવારે લગ્નમાં 51 છોડ દહેજમાં લઇને પ્રકૃતિ માટે પોતાનો પ્રેમ જાહેર કર્યો હતો. સાથે જ તેણે અન્ય યુવકોને પણ આ રીતે પ્રકૃતિ પ્રેમી બનવા માટેની પ્રેરણા આપી હતી
સમાજની પ્રથા બદલવાનો એક પ્રયત્ન
બલ સિંહે જણાવ્યું કે સમાજમાં દહેજ પ્રથા પર જે નિયમો બન્યા છે તેનાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે. કોઇની પાસે પૈસા છે તો કોઇની પાસે પૈસા નથી. તો તેઓ ઉધાર કરીને પણ દહેજ આપે છે. તેની નજરમાં આ ખોટું છે. તેથી જ તેમણે વિચાર્યું કે આની સામે અવાજ ઉઠાવવો જોઇએ. જેથી સમાજમાં દહેજ પ્રથા ઓછી થાય અને લોકોનો પર્યાવરણ માટે પ્રેમ પણ વધે.
વધુ વાંચો: સુરતના મહિલા પોલીસ સ્ટેશનમાં દહેજ ઉત્પીડન લઈને 119 જેવા કેસ નોંધાયા
ગામમાં મોટા ભાગના યુવાનો દહેજ વગર જ કરે છે લગ્ન
પરિવારજનોનું કહેવું છે કે દહેજ વગર લગ્ન કરવામાં ખૂબ જ આનંદનો અનુભવ થાય સાથે જ ઝાડ વાવવાથી લોકોમાં પ્રકૃતિ માટેનો પ્રેમ પણ વધશે.