- મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં 5 નક્સલવાદી ઠાર
- ખોબ્રામેન્ઘા વન ક્ષેત્રમાં પોલીસને ખુબ મોટી સફળતા
- પાછલા દિવસોમાં 5 જવાનો છત્તીસગ઼ઢમાં થયા હતા શહીદ
મુંબઈ: છત્તીસગ઼ઢ સહિત તેના પાડોશી રાજ્યોમાં નક્સલવાદીઓનો ત્રાસ છે જેના કારણે આવાર-નવાર સુરક્ષાબળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થતી રહેતી હોચ છે. તાજા બનેલ કિસ્સામાં મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં 5 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા.
આ પણ વાંચો : નક્સલીઓએ બિછાવેલી મોતની સુરંગને સુરક્ષાદળોએ નિષ્ક્રિય કરી
મહારાષ્ટ્રમાં પોલીસની મોટી સફળતા
મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લાના ખોબ્રામેન્ઘા વન ક્ષેત્રમાં પોલીસને ખુબ મોટી સફળતા મળી છે. પોલીસે આ વિસ્તારના 5 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. આ વિસ્તાર નક્સલ પ્રભાવિત છે. વિસ્તારનાં DIG સંદિપ પાટીલે જણાવ્યું કે ખુરખેડા વિસ્તારનાં ખોબ્રામેન્ઘા વન ક્ષેત્રમાં પોલીસની સાથે નક્સલવાદીઓની ઝડપ થઈ હતી. જેમાં પોલીસે પાંચ નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. ક્ષેત્રમાં પોલીસની આ મોટી કાર્યવાહિ માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો : છત્તીસગઢમાં નક્સલવાદીઓએ 9 વાહનો ફુંક્યા
છત્તીસગ઼ઢમાં 5 જવાન શહીદ
જણાવી દઈએ કે, 24 માર્ચે પોડોશી રાજ્ય છત્તીસગ઼ઢના નારાયણપુરામાં નક્સલવાદીઓએ સુરક્ષાદળોની બસ પર હુમલો કર્યો હતો. જેમા પાંચ જવાનો શહીદ થયા હતા.નક્સલીઓએ સુરક્ષાબળોની બસને વિસ્ફોટક દ્વારા ઉડાવી દીધી હતી.