ETV Bharat / bharat

મધ્યપ્રદેશના બરેલીમાં મિત્રો સાથે સ્કૂટી પર ફરવા ગયેલી વિદ્યાર્થીની સાથે 6 નરાધમોએ કર્યું સામુહિક દુષ્કર્મ - મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશમાં એક દલિત વિદ્યાર્થીની પર પાંચ લોકોએ સામુહિક દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીનીએ આરોપ લગાવતા કહ્યું કે, તે 31 મે ના રોજ પોતાની સગીર મિત્રો સાથે ફરવા ગઈ હતી. ત્યારે પાંચ યુવકોએ તેની સાથે મારામારી કરી હતી અને સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

Madhya Pradesh
Madhya Pradesh
author img

By

Published : Jun 6, 2021, 9:18 AM IST

  • બરેલીમાં મિત્રો સાથે સ્કૂટી પર ફરવા ગયેલી વિદ્યાર્થીની સાથે 6 નરાધમોએ કર્યું સામુહિક દુષ્કર્મ
  • મિત્રો સાથે સ્કૂટી પર ફરવા ગઈ હતી દલિત વિદ્યાર્થીની
  • ડરી ગયેલી વિદ્યાર્થીનીએ 5 દિવસ સુધી મામલો છુપાવ્યો

મધ્યપ્રદેશ (બરેલી): જિલ્લામાં દલિત ઇન્ટરની વિદ્યાર્થીની પર સામુહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જ્યાં તેના બે સગીર મિત્રો સાથે ફરવા ગયેલી વિદ્યાર્થિનીને નરાધમોએ વાસનાનો શિકાર બનાવ્યો હતો. વિદ્યાર્થીનીનો આરોપ છે કે, તેના અને તેના મિત્રો સાથે આરોપીઓએ મારામારી કરી હતી. આ સાથે જ પાંચ યુવકોએ તેની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગેની માહિતી આપવા પર તેને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. પીડિતા શનિવારે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસ ફરિયાદ કરી હતી

આ પણ વાંચો: ત્રિપુરામાં બે યુવતીઓ પર સામુહિક દુષ્કર્મ, આઠની ધરપકડ

મિત્રો સાથે સ્કૂટી પર ફરવા ગઈ હતી દલિત વિદ્યાર્થીની

દલિત વિદ્યાર્થીની 31 મેના રોજ તેના બે સગીર મિત્રો સાથે સ્કૂટી પર ફરવા ગઈ હતી. જ્યાં તે ઇજ્જત નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના ગામ નજીક સ્કૂટી પર જઈ રહી હતી. ત્યારે કેનાલ પાસે મળી આવેલા 5 છોકરાઓએ તેની સ્કૂટી રોકી હતી. વિદ્યાર્થીની અને તેના સગીર મિત્રનો આક્ષેપ છે કે, યુવકોએ તેમને ભારે માર માર્યો હતો. વિદ્યાર્થીનીનો આરોપ છે કે, પાંચેય આરોપીઓએ તેની સાથે વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો: મહેસાણામાં અનુસુચિત જાતિની સગીરા પર લગ્નની લાલચ આપીને આચર્યું સામુહિક દુષ્કર્મ

ડરી ગયેલી વિદ્યાર્થીનીએ 5 દિવસ સુધી મામલો છુપાવ્યો

યુવતી સાથેની ઘટના બાદ ડરી ગયેલી વિદ્યાર્થિનીએ તેના પરિવારના સભ્યોને કશું કહ્યું નહોંતું. જ્યારે પરિવારના સભ્યોએ યુવતીને દુ:ખી જોઈ ત્યારે તેઓએ તેમને મુશ્કેલીનું કારણ પૂછ્યું. જે બાદ પીડિત યુવતીએ તેની સાથે બનેલી ઘટનાનું રહસ્ય ખોલ્યું હતું. માહિતી મળતાં પીડિત વિદ્યાર્થીની તેના પરિવારના સભ્યો સાથે શનિવારે બરેલીના ઇજ્જત નગર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં તેણે તેની સાથે થયેલી ક્રૂરતાની લેખિત ફરિયાદ કરી આરોપી સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.