- લગ્નનો માહોલ માતમમાં છવાયો
- લગ્ન પ્રસંગમાં ફટાકડામાં વિસ્ફોટ થતાં 5 બાળકો ઘાયલ
- પોલીસ કાફલો ઘટના સ્થળ પર
ઉત્તરપ્રદેશ: મુઝફ્ફર જિલ્લામાં રવિવારના રોજ લગ્નનો માહોલ માતમમાં છવાયો હતો. જ્યારે લગ્ન સમારોહમાં આતિશબાજી માટે આવેલા ફટાકડામાં બાળકોએ રમતા રમતા આગ લગાવી હતી. જેથી આ વિસ્ફોટ થયો હતો. જેમાં 5 બાળકો ઘાયલ થયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકોને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડ્યા હતા. જેમાં એક બાળકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી હતી.
શાહપુરાના પાલડી ગામમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. લગ્નમાટે લેવામાં આવેલા ફટાકડા તડકામાં સુકવવામાં આવ્યા હતા. તે દરમિયાન કેટલાક બાળકોએ રમત રમતમાં ફટાકડામાં આગ લગાવી હતી. હાલમાં પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.