- નેરલ રોડ ઉપર કાર અને ઓટો રિક્ષાનો થયો અકસ્માત
- CNG ટાંકીના વિસ્ફોટની આગમાં 4 લોકોના મોત
- ફાયર બ્રિગેડને ઘટના સ્થળે આવી મદદે
મુંબઇ: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં સોમવારે દુ:ખદાયક માર્ગ અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયા હતા. કાર અને ઓટો રિક્ષા વચ્ચે ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં બે મહિલાઓ, એક પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ભાવનગરમાં ઘાસ ભરેલા ટ્રકમાં લાગી આગ
કાર અને ઓટો રિક્ષામાં ટક્કર
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. અહીં કાર અને ઓટો રિક્ષામાં ટક્કર થતાં ચાર લોકોનાં મોત થયા હતાં.
આ પણ વાંચો: રાજકોટમાં રસ્તા પર જઈ રહેલી કારમાં લાગી આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો
રિક્ષામાં રહેલી CNG ટાંકી ફૂટી હતી
માહિતી મળી છે કે, ટક્કર બાદ ઓટો રિક્ષામાં રહેલી CNG ટાંકી ફૂટી હતી. આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડને ઘટના સ્થળ પર બોલાવવામાં આવી છે.