નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં વધુ એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે. અહીં દક્ષિણ પશ્ચિમ (Delhi police Murder case) દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એક જ પરિવારના 4 લોકોની હત્યા કરવામાં આવી છે . કહેવામાં આવી (New Delhi Palam Murder Case) રહ્યું છે કે ઘરમાં હાજર માતા, પિતા, બહેન અને દાદીની હત્યા કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાની આ ઘટના પાલમ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજ નગર પાર્ટ 2 કોલોનીમાં (Palam Murder Case) બની હતી.
કોણ છે આઃ પ્રાથમિક માહિતી અનુસાર, એક છોકરાએ તેના માતા-પિતા, એક બહેન અને દાદીની હત્યા કરી છે. પોલીસને મંગળવારે રાત્રે 10.31 કલાકે માહિતી મળી હતી. મળતી માહિતી મુજબ ચારેયની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આરોપી છોકરો નશાની લતથી પીડિત છે અને તાજેતરમાં જ નશા મુક્તિ કેન્દ્રમાંથી બહાર આવ્યો હતો. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીનું નામ કેશવ જણાવવામાં આવી રહ્યું છે.
કારણ હજું પણ અકબંધઃ હત્યાનું કારણ શું હતું, તે અંગે હાલ કોઈ ખુલાસો થયો નથી. પોલીસ ટીમ આરોપીની સતત પૂછપરછ કરી રહી છે. તે જ સમયે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ કેસમાં આરોપીની સાથે તેના સંબંધીઓ અને પડોશીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ કેસમાં પારિવારિક ઝઘડો હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસે આરોપી કેશવની પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું હતું કે, તેણે સૌથી પહેલા સૌથી વધારે લાડ કરનારી દાદીની હત્યા કરી નાંખી હતી. દાદીનું ગળું દબાવીને હત્યા કરી હતી. એ પછી માતાની હત્યા કી હતી. દર્શના સૈનીને છરીના આઠથી દસ ઘા મારીને પતાવી દીધી હતી. એ પછી પિતાની હત્યા કરી નાંખી હતી. પિતાને છરીના 20 ઘા માર્યા હતા. એ પછી બહેન ઉવર્શીની હત્યા કરી નાંખી હતી. બહેન પર 10 વખત વાર કર્યા હતા. નશા માટેના પૈસા તે માગતો હતો. જેના કારણે પરિવારમાં દરરોજ ઝઘડા થતા હતા. પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, તે પરિવારના સભ્યો સાથે આ પહેલા ઘણી મારપીટ કરી ચૂક્યો છે.
મૃતકોના નામઃ
પિતા દિનેશ કુમાર (ઉ.વ.42), દાદી દીવાનો દેવી, માતા દર્શના સૈની (ઉ.વ.40), બહેન ઉર્વશી (ઉ.વ.22)