- ધૂમાડાને કારણે વિઝીબીલીટી ઓછી થતા સર્જાયો અકસ્માત
- અકસ્માતમાં બંને બસોના ડ્રાઇવરો મૃત્યુ પામ્યા
- દુર્ઘટના સ્થળેથી ટ્રાફિક સાફ કરવામાં આવ્યો
વિઝીઆનગરમ(આંધ્રપ્રદેશ): સોમવારે સવારે આંધ્રપ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ (APSRTC)ની બે બસ ટકરાતા ચાર લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 25થી વધુને ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના સનકારિપેતટ ગામ નજીક સવારે 7 વાગ્યે બની હતી, જ્યારે વિરુદ્ધ દિશામાં ચાલતી બે બસ એક બીજા સાથે ટકરાઈ હતી.
ડ્રાઇવરોને ધૂંધળુ દેખાતા અકસ્માત સર્જાયો
અકસ્માત સ્થળ પાસે ડમ્પિંગ યાર્ડ છે અને રોજ સવારે ત્યાં કચરો સળગાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, સોમવારે સવારે કચરાના ધૂમાડાને કારણે ડ્રાઇવરોને ધૂંધળુ દેખાતા અકસ્માત સર્જાયો હોવાની પણ આશંકા છે.
આ પણ વાંચો:આંધ્રમાં વધુ એક કરૂણ ઘટના, વીજળીના પોલ સાથે ટ્રેક્ટર અથડાતા 9 મજૂરનાં મોત
પાંચને અતિગંભીર ઈજાઓ, ચારના મોત
વિઝીઆનગરમના રુરલ સર્કલ ઈન્સ્પેક્ટર સત્ય મંગા વેણીએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં બંને બસોના ડ્રાઇવરો મૃત્યુ પામ્યા છે. અન્ય પાંચ પ્રવાસીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે અને કેટલાકને સામાન્ય ઇજાઓ થઈ છે. તમામને વિઝીઆનગરમ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રવાસીઓની ચોક્કસ સંખ્યા હજી જાણી શકાઈ નથી.
આ પણ વાંચો:લખતર હાઈવે પર કાર અકસ્માત, 4 વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત
વધુ એક લારી પણ ટકરાઈ બસ સાથે
ઉપરાંત, ખાલી ગેસ સિલિન્ડર લઇને આવેલી એક લારી પણ પાછળથી આ બસમાં ટકરાઈ હતી. જો કે, તે વાહનને કોઈ નુકસાન પહોંચ્યું નથી. દુર્ઘટના સ્થળેથી ટ્રાફિક પણ સાફ કરવામાં આવ્યો છે.