ETV Bharat / bharat

Stock Market Closing Bell : પાંચ દિવસ બાદ શેરબજાર ઊંચકાયું, BSE Sensex 491 પોઈન્ટના ઉછાળા સાથે બંધ - ટોપ લુઝર શેર

આજે 4 જાન્યુઆરી ગુરુવારના રોજ કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE Sensex 491 પોઈન્ટના વધારા સાથે 71,847 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE Nifty પણ 141 પોઇન્ટ વધીને 21,658 પર બંધ થયો હતો. જુઓ સંપૂર્ણ વિગત Indian stock market closing bell update

Stock Market Closing Bell
Stock Market Closing Bell
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2024, 4:48 PM IST

મુંબઈ : આજે ભારતીય શેરમાર્કેટની મજબૂત શરૂઆત બાદ તગડી રિકવરી નોંધાવી છે. ઉલ્લેખનિય છે કે પાછલા પાંચ દિવસથી નબળું વલણ રહ્યું હતું. જ્યારે આજે BSE Sensex અને NSE Nifty ગ્રીન ઝોન ખુલ્યા બાદ શરુઆતી એક ડૂબકી મારી દિવસ દરમિયાન સતત મજબૂતીનું વલણ દાખવ્યું હતું. શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 491 અને 141 પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. સ્થાનિક નાણાકીય સંસ્થા અને મ્યુચ્યુઅલ ફંંડના ટેકા અને ભારે લેવાલીના પગલે ભારતીય શેરમાર્કેટમાં પાંચ દિવસ બાદ રોનક આવી છે.

BSE Sensex : આજે 4 જાન્યુઆરી ગુરૂવારના રોજ BSE Sensex ગતરોજના 71,357 બંધની સામે 322 પોઈન્ટ વધીને 71,679 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં 71,547 પોઈન્ટ ડાઉન ગયો હતો. પરંતુ ત્યારબાદ ભારે લેવાલી નીકળતા 408 પોઈન્ટની રિકવરી બાદ 71,955 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. આજે સતત મજબૂત વલણને જાળવી રાખી BSE Sensex ટ્રેડિંગ સેશનના અંતે 491 પોઈન્ટના સુધારા સાથે 71,847 ના મથાળે બંધ થયો હતો. જે આશરે 0.69 ટકાનો વધારો દર્શાવે છે.

'વૈશ્વિક શેરબજારો કરેક્શનમાંથી પસાર થઈ રહ્યાં છે. ગઈ FOMC બેઠકની મિનિટ્સ પછી પ્રોફિટ બુકિંગ ટ્રિગર થયું હતું. મિનિટ્સમાં જણાયું હતું કે સભ્યોમાં કોઈ સર્વસંમતિ નથી. વૈશ્વિક સ્તરે સંકેતો મિશ્ર હોવા છતાં, ગુરુવારે ભારતીય બજારે મજબૂતી દર્શાવી હતી. લોંગ પોઝિશનમાં નવા ઉમેરા માટે બંધ ધોરણે 21470નો સ્ટોપલોસ જાળવવો. જો બેન્ચમાર્ક 21470નું સ્તર તોડે તો 21260ની આસપાસ વધુ ઘટાડો શક્ય છે.' -આસિફ હિરાણી, ડિરેક્ટર, ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝ

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 141 પોઈન્ટના સુધારા સાથે 21,658 ના મથાળે બંધ થયો હતો. જે 0.66 પોઈન્ટનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 89 પોઈન્ટ વધીને 21,606 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં NSE Nifty 21,564 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. જોકે ત્યારબાદ DII ના ટેકારુપી બાઈંગ નીકળતા 121 પોઈન્ટની રિકવરી નોંધાવી 21,685 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી.

ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાંથી સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં બજાજ ફાયનાન્સ (4.44%), એનટીપીસી (3.54%), ઇન્ડસઇન્ડ બેંક (2.88%), એક્સિસ બેંક (2.23%) અને સન ફાર્માનો (1.83%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાંથી સૌથી વધુ ગગડેલા શેરોમાં HCL ટેક (-0.98%), મારુતિ સુઝુકી (-0.71%), અલ્ટ્રાટેક સિમેન્ટ (-0.68%), ટીસીએસ (-0.61%) અને ટાટા સ્ટીલનો (-0.55%) સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1406 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 750 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં ઇન્ફોસિસ, ICICI બેંક, ટાટા મોટર્સ અને એનટીપીસીના સ્ટોક રહ્યા હતા.

  1. Share Market Updates : ભારતીય શેરબજારમાં રોનક, BSE Sensex 199 પોઈન્ટ અપ ખુલ્યું
  2. કચ્છ CGST દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં 25.69 ટકાના વિકાસ દરે 2310.34 કરોડની આવક મેળવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.