- જમ્મુ-કાશ્મીરના કારગિલ અને લદ્દાખમાં આજે સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
- સવારે 9.16 વાગ્યે ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 4.2 હતી
- નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપ અંગે આપી માહિતી
આ પણ વાંચો- ઉત્તરાખંડમાં ફરી એક વખત ભૂકંપ આવ્યો, કેન્દ્રબિન્દુ જોશીમઠ
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કારગિલ અને લદ્દાખમાં આજે (સોમવારે) સવારે ભૂકંપના સામાન્ય આંચકા આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, સવારે 9.16 વાગ્યે ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 4.2 હતી.
આ પણ વાંચો- મેક્સિકોમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ,હવે સુનામીનો ખતરો
કોઈ જાનહાની નથી થઈ
સવારે ભૂકંપ આવવાથી લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ભૂકંપના કારણે કોઈ જાનહાની કે નુકસાન નથી થયું. ભૂકંપનું કેન્દ્ર આલ્ચી (લેહ), જમ્મુ અને કાશ્મીરથી 89 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં હતું.