- સર ગંગારામ હોસ્પિટલના 37 ડૉક્ટરોને કોરોના પોઝિટિવ આવ્યા
- પાંચને સારવાર માટે દાખલ કરાયા
- 32 ડૉક્ટરો હોમ આઈસોલેશનમાં છે
નવી દિલ્હી: દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના 37 ડૉક્ટરોને કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમાંથી પાંચને સારવાર માટે દાખલ કરાયા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોટાભાગના કોરોના સંક્રમિત ડૉક્ટરો કોરોના રસી લઈ ચૂક્યા હતા.0 તેમ છતાં ડૉક્ટરો કોરોના સંક્રમિત થયા હતા.
તમામ ડૉક્ટરો કોરોના દર્દીઓના વૉર્ડમાં સેવાઓ આપી રહ્યા હતા
સર ગંગારામ હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, આ તમામ ડૉક્ટરો કોરોના દર્દીઓના વૉર્ડમાં તેમની સેવાઓ આપી રહ્યા હતા. 37 ડૉક્ટરોમાંથી 32 હોમ આઈસોલેશનમાં છે અને પાંચ ડૉક્ટરો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ AIIMSમાં કોરોના રસીનો બીજો ડોઝ લીધો, ટ્વિટ કરી આપી માહિતી
બધા ડૉક્ટરોમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા
હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, તમામ કોરોના સંક્રમિત ડૉક્ટરોમાં કોરોનાના હળવા લક્ષણો છે, ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. સર ગંગારામ હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોરોના ચેપ લાગતાં 37 ડૉક્ટરોમાંથી ઘણાને કોરોના રસી મળી છે.
આ પણ વાંચો : દિલ્હી હાઇકોર્ટે કહ્યું, કારમાં એકલી બેઠેલી વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજિયાત
પ્રથમ વખત 7,000થી વધુ કેસ નોંધાયા
છેલ્લા એક વર્ષ દરમિયાન સર ગંગારામ હોસ્પિટલે કોવિડ-19ની સારવારમાં અગ્રણી ભૂમિકા નિભાવી છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય રાજધાનીમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોના વાઈરસના કેસો ઝડપથી વધી ગયા છે અને પ્રથમ વખત 7,000થી વધુ કેસ નોંધાયા છે.