ETV Bharat / bharat

ચારધામમાં ફરી આવી રોનક, બપોર સુધી 350 શ્રદ્ધાળુઓએ કર્યા બાબા કેદારના દર્શન - આજથી ચારધાર યાત્રા શરૂ

આજથી ચારધાર યાત્રા શરૂ થયા બાદ કેદારઘાટીના યાત્રા સ્થળોમાં રોનક પાછી આવી છે. કેદારનાથ ધામમાં યાત્રાના પહેલા દિવસે બપોરે 1 વાગ્યા સુધી 350 યાત્રીઓ દર્શન કરી ચૂક્યા છે. તો બીજી તરફ યાત્રા શરૂ થયા બાદ કેદારઘાટીના લોકોમાં ઘણો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ચારધામમાં ફરી આવી રોનક
ચારધામમાં ફરી આવી રોનક
author img

By

Published : Sep 18, 2021, 6:04 PM IST

  • ફરી શરૂ થઈ ચારધામ યાત્રા, 350 યાત્રીઓ પહોંચ્યા
  • યાત્રા ફરી શરૂ થવાથી દુકાનદારો અને સ્થાનિકોમાં ખુશી
  • કોરોનાના કારણે 2 વર્ષ ચારધામ યાત્રા પર અસર થઈ
  • કેદારધામના 80 ટકા લોકોની રોજી-રોટી ચારધામ યાત્રા પર જ નિર્ભર

રુદ્રપ્રયાગ: નૈનીતાલ હાઈકોર્ટના ચૂકાદા બાદ આજથી ચારધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. કેદારનાથ ધામમાં પહેલા જ દિવસે બપોરે 1 વાગ્યા સુધી 350 તીર્થયાત્રીઓ ધામ પહોંચી ગયા છે. યાત્રા ખૂલ્યા બાદ કેદારઘાટીના લોકોમાં ઘણો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રા સ્થળોએ તીર્થ યાત્રીઓ આવવાથી વેરાન પડેલા બજારોમાં રોનક પાછી આવી છે. યાત્રા શરૂ થવાથી ઘોડા-ખચ્ચર, મજૂર, વાહન ચાલકો, ઢાબા, હોટલ, લોજ, વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે.

કોરોનાના કારણે અહીં લોકોની આજીવિકા પર અસર થઈ હતી

આજે આ ચારધામોમાં યાત્રા શરૂ થઈ ગઈ છે. હવે દેશના અલગ-અલગ ખૂણેથી શ્રદ્ધાળુ ધામોમાં આવીને પુણ્ય મેળવી શકે છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં અગરિયારમાં જ્યોર્તિલિંગ તરીકે જાણીતું કેદારનાથ ધામ, બીજું કેદાર મદમહેશ્વર તેમજ ત્રીજુ કેદાર ભગવાન તુંગનાથનું મંદિર છે, જ્યાં ગ્રીષ્મ ઋતુમાં યાત્રા દરમિયાન ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે, પરંતુ 2 વર્ષથી કોરોના મહામારીના કારણે યાત્રા પર ઘણી જ અસર પડી હતી. આવામાં કેદારઘાટી, તુંગનાથ તેમજ મદમહેશ્વર ઘાટીના લોકોની આજીવિકા પર ખરાબ અસર જોવા મળી છે.

સાડા ચાર મહિના બાદ ચારધામ યાત્રા ફરી શરૂ

ગત વર્ષે પણ કોરોના મહામારીના કારણે યાત્રાને 3 મહિના બાદ શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ શ્રદ્ધાળુઓને ધામ આવવાની પરવાનગી મળી હતી. એ દરમિયાન ઓછી સંખ્યામાં યાત્રીઓના આવવાથી લોકોની રોજગારી સારી રીતે ચાલી શકી નહોતી. તેમને આશા હતી કે વર્ષ 2021ની યાત્રામાં તેમને સુખદ અનુભવ થશે, પરંતુ આ વર્ષે પણ કોરોના મહામારીના કારણે યાત્રાને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી હતી. આ કારણે લોકોનો રોજગાર ઠપ્પ પડી ગયો. હવે કોરોના કેસ ઓછા થવાના કારણે ચારધામ યાત્રા ખોલવાની માંગ કરવામાં આવી. સાડા ચાર મહિના બાદ ચારધામ યાત્રા શરૂ થઈ છે. આવામાં યાત્રા પડાવો પર ધંધો કરીને પોતાની રોજી-રોટી કમાઈ રહેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

કેદારધામ યાત્રા અને પ્રવાસી પર નિર્ભર છે અહીંના લોકોની આવક

કેદારઘાટીના 80 ટકા લોકોની રોજી-રોટી ચારધામ યાત્રા પર જ નિર્ભર છે. 6 મહિના યાત્રામાં કામ કર્યા બાદ અહીંના લોકો આખા વર્ષની કમાણી કરી લે છે. યાત્રા ખૂલવાથી વાહનચાલક, ઘોડા-ખચ્ચર, ઢાબા, હોટલ વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. તેમને આશા છે કે દોઢ મહિનાની યાત્રાથી તેમને સારો રોજગાર મળશે અને તેઓ પોતાના પરિવારનું ગુજરાન કરી શકશે. કેદારનાથના તીર્થ પુરોહિત અંકુર શુક્લાએ કહ્યું કે, વહીવટીતંત્રએ ધામ આવનારા તીર્થયાત્રીઓ માટે સારી સુવિધાઓ આપવી જોઇએ. તીર્થયાત્રી સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખે. સાથે જ કોવિડ નિયમોનું પણ પાલન કરે.

કોવિડ-19 નેગેટિવ રિપોર્ટ અને રસી લીધી હોવી જરૂરી

કેદારનાથ ધામમાં સ્વાસ્થ્ય સેવાઓ આપી રહેલી સિક્સ સિગ્મા ટીમના ડૉક્ટર પ્રદીપ ભારદ્વાજે કહ્યું કે, સિક્સ સિગ્માની ટીમ શ્રદ્ધાળુઓ માટે કેદારનાથ ધામમાં હાજર છે. દર્શન માટે આવનારા શ્રદ્ધાળુ સંપૂર્ણ તૈયારી સાથે આવે. ગરમ કપડા અને જૂતા પહેરીને ચારધામ પહોંચે. સાથે જ ભૂખ્યા પેટે યાત્રા ન કરે. ધામમાં નેટવર્કની સારી વ્યવસ્થા છે. તેમણે જણાવ્યું કે, કેદારનાથ આવનારા તીર્થયાત્રી કુંડમાં સ્નાન નહીં કરી શકે. દરેક યાત્રીને કોવિડ-19 નેગેટિવ રિપોર્ટ અથવા બંને ડોઝ લગાવ્યા હોય તેનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.

શ્રદ્ધાળુઓની મદદ માટે પોલીસ તહેનાત

તો એસપી આયુષ અગ્રવાલે કહ્યું કે, ચારધામ યાત્રાને શરૂ કરવામાં આવી છે અને જિલ્લામાં સંચાલિત કેદારનાથ યાત્રાને લઇને પોલીસ ફોર્સને તહેનાત કરવામાં આવી છે. પોલીસ તરફથી શ્રદ્ધાળુઓની તમામ શક્ય મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગંગોત્રીમાં ચારધામ યાત્રા શરૂ થયાના એક દિવસ પહેલા ETV ભારતની ટીમ ગંગોત્રીધામ પહોંચી હતી. ETVની ટીમે શ્રદ્ધાળુઓથી જાણ્યું કે, આ યાત્રા કેટલી મહત્વપૂર્ણ છે. તો ગંગોત્રી મંદિર ધામ સમિતિએ હાઈકોર્ટ અને મુખ્યપ્રધાનનો આભાર માન્યો છે.

કોરોનાના કારણે યાત્રીઓની સંખ્યા પર નિયંત્રણ

ચારધામ યાત્રા શરૂ થયા બાદ પ્રદેશ સરકારની ગાઈડલાઈ પ્રમાણે ગંગોત્રીધામમાં એક દિવસમાં 600 અને યમનોત્રીધામમાં 400 યાત્રી દર્શન કરી શકે છે. ચારધામયાત્રા ખૂલ્યા બાદથી પૂર્વ SDM ભટવાડીએ પણ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. ગંગોત્રી મંદિર સમિતિના મહાસચિવ રાજેશ સેમવાલનું કહેવું છે કે ગંગોત્રીધામમાં તમામ પ્રકારની વ્યવસ્થા છે. વરસાદ પછી યાત્રા માટેનો આ સૌથી અનુકૂળ સમય છે. સાથે જ ગંગોત્રી ધામમાં કોવિડ નિયમોનું પાલન કરતા દર્શન કરાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગંગોત્રી ધામમાં હવે ધીરેધીરે દુકાનો અને હોટલ ખૂલી ગયા છે. યાત્રીઓની સુવિધાઓ માટે હોટલ પણ ઉપલબ્ધ છે. ગંગોત્રી ધામમાં ચારધામ યાત્રાથી જોડાયેલા વેપારીઓએ યાત્રા શરૂ થવા પર ખુશી વ્યક્ત કરી. જો કે અત્યારે ગંગોત્રીઘાટોનું સંપૂર્ણ નિર્માણ નથી થઈ શક્યું, પરંતુ સુરક્ષાના દ્રષ્ટિકોણથી ઘાટો પર પોલીસ તહેનાત છે.

વધુ વાંચો: આજથી ચારધામ યાત્રા શરૂ: રજિસ્ટ્રેશન, ઈ-પાસ સહિતની તમામ માહિતી મેળવો માત્ર એક ક્લિકમાં...

વધુ વાંચો: ચારધામ યાત્રા 18 સપ્ટેમ્બરથી ઉત્તરાખંડમાં શરૂ થશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.