ETV Bharat / bharat

સોમવારથી તમામ જનતા માટે ટ્રેનો ફરીથી શરૂ, જાણો ગુજરાતમાં આ ટ્રેનો દોડશે...

દેશભરમાં સોમવારથી સામાન્ય ટ્રેનો ફરીથી શરૂ કરવામાં આવશે. જેમાં ગુજરાત (Gujarat train)માંથી આવતી- જતી 28 ટ્રેનો ફરી જૂના નંબરથી કાર્યરત થશે. જનતા કરફ્યૂના 20 મહિના બાદ સ્પેશિયલ ટ્રેનો (Indian Railways) સામાન્ય નંબર અને સમયપત્રક (Trains Will No Longer Be Special) સાથે દોડશે. આ દરમિયાન ભાડામાં પણ ઘણો ફેરફાર થશે.

Trains Will No Longer Be Special
Trains Will No Longer Be Special
author img

By

Published : Nov 14, 2021, 11:58 AM IST

Updated : Nov 14, 2021, 12:04 PM IST

  • સોમવારથી દેશભરમાં સામાન્ય ટ્રેનો ફરીથી શરૂ થશે
  • ગુજરાતમાંથી પસાર થતી 28 ટ્રેનો જૂના નંબરથી ચાલશે
  • 26 રેગ્યુલર ટ્રેન સાથે 2 નવી ટ્રેનનો પણ સમાવેશ

ન્યૂઝ ડેસ્ક: સોમવારથી તમામ જનતા માટે ટ્રેનો ફરીથી શરૂ કરવામાં આવશે. જેમાં ગુજરાત(Gujarat train) માંથી આવતી- જતી 28 ટ્રેનો જૂના નંબરથી ચાલશે. જનતા કરફ્યૂના 20 મહિના બાદ સ્પેશિયલ ટ્રેનો સામાન્ય નંબર અને સમયપત્રક સાથે દોડશે. આ દરમિયાન ભાડામાં પણ ઘણો ફેરફાર થશે. જેમાં 26 રેગ્યુલર ટ્રેન સાથે 2 નવી ટ્રેનનો પણ સમાવેશ થાય છે. હવે લોકોને લોકડાઉન બાદ દેશભરમાં થોડાવધુ દરે સ્પેશિયલ ટ્રેનો (Indian Railways) શરૂ કરવામાં આવી હતી પરંતુ કોરોનાની મહામારીથી રાહત મળતા હાલ પહેલાની જેમ જ ટિકિટ સામાન્ય (Trains Will No Longer Be Special) દરથી મળી શકશે.

આ પણ વાંચો: કેન્દ્રીય રેલ્વે પ્રધાનની મોટી જાહેરાત: પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બીલીમોરા વચ્ચે દોડશે

સોમવારથી સ્પેશિયલ ટ્રેનો રહેશે નહીં

22 માર્ચ 2020ના રોજ જનતા કરફ્યૂ (Public curfew) પછી બંધ કરાયેલી ટ્રેનોને 1 જૂન 2020થી રેલવે દ્વારા શૂન્ય નંબર સાથે ચલાવવામાં આવી હતી. તે ખાસ ભાડા સાથે અનામત હતી. સોમવારથી ટ્રેનોની આ વિશેષ સ્થિતિ રહેશે નહીં.

આ પણ વાંચો: રેલવે વિભાગે 'સ્પેશિયલ ટ્રેન' નો ટેગ હટાવ્યો, ટિકિટના ભાવ કરાયો ફેરફાર

ટ્રેનો નિયમિત નંબરો સાથે ચાલશે

ઉલ્લેખનીય છે કે, જ્યારથી કોરોના વાઈરસના કારણે લોકડાઉનમાં રાહત આપવામાં આવી છે, ત્યારથી રેલવે માત્ર સ્પેશિયલ ટ્રેનો જ ચલાવી રહી છે. તેની શરૂઆત લાંબા અંતરની ટ્રેનોથી થઈ હતી. રેલવે બોર્ડે શુક્રવારે ઝોનલ રેલવે (Indian Railways) ને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ટ્રેનો હવે તેમના નિયમિત નંબરો સાથે ચલાવવામાં આવશે અને ભાડું કોવિડ પહેલાના દર જેટલું જ સામાન્ય રહેશે.

દેશભરમાં 1,700થી વધુ ટ્રેનોને પુનઃસ્થાપિત કરાશે

રેલવેના એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતુ કે, આગામી થોડા દિવસોમાં 1,700 થી વધુ ટ્રેનોને પુનઃસ્થાપિત કરવામાં આવશે. રેલવેના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોરોના સંબંધિત સાવચેતી અને નિયંત્રણો તમામ ટ્રેનોમાં લાગુ રહેશે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું હતું કે, રેલવે દ્વારા ન તો કોઈ વધારાનું ભાડું લેવામાં આવશે અને ન તો એડવાન્સ બુક કરેલી ટિકિટ પર કોઈ પૈસા પાછા આપવામાં આવશે.

રેગ્યુલર ટ્રેન

ટ્રેન નંબરટ્રેન
12911 વલસાડ-હરિદ્વાર
12912 હરિદ્વાર- વલસાડ
12917 અમદાવાદ- નિઝામુદ્દીન
12918 નિઝામુદ્દીન- અમદાવાદ
12937 ગાંધીધામ- હાવડા
12938 હાવડા- ગાંધીધામ
12941 ભાવનગર- આસનસોલ
12942 આસનસોલ- ભાવનગર
12947 અમદાવાદ-પટના
12948 પટના- અમદાવાદ
19053 સુરત- મુઝફ્ફરપુર
19054 મુઝફ્ફરપુર- સુરત
19167 અમદાવાદ- વારાણસી
19168 વારાણસી- અમદાવાદ
19309 ગાંધીનગર- ઈન્દોર
19310 ઈન્દોર- ગાંધીનગર
19319 વેરાવળ- ઈન્દોર
19320 ઈન્દોર- વેરાવળ
59393 દાહોદ- ભોપાલ
59394 ભોપાલ- દાહોદ
19413 અમદાવાદ- કોલકાતા
19414 કોલકાતા- અમદાવાદ
19421 અમદાવાદ- પટના
19422 પટના- અમદાવાદ
22909 વલસાડ- પુરી
22910 પુરી- વલસાડ

નવી ટ્રેન

ટ્રેન નંબરટ્રેન
19489 અમદાવાદ- ગોરખપુર
19490 ગોરખપુર- અમદાવાદ

Last Updated : Nov 14, 2021, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.