શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ભારતીય સેનાના 3 જવાન ઈજાગ્રસ્ત થયા છે. જણાવવામાં આવ્યું છે કે, એક ખાનગી વાહનમાં અચાનક વિસ્ફોટ (IED Blast In Shopian In Kashmir) થયો હતો, જેમાં જવાન ઈજાગ્રસ્ત થયા હતા. આ વાહનમાં IED રાખવામાં આવ્યો હતો. હાલ 3 જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાશ્મીરના IGP વિજય સિંહે આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના અખનુરમાં IED બ્લાસ્ટ, 1 જવાન શહીદ, 2 ઘાયલ
કાશ્મીર ઘાટીમાં હિન્દુ શિક્ષકની હત્યા કરાઈ : છેલ્લા કેટલાક સમયથી જમ્મુ-કાશ્મીરમાં હિંદુઓ, ખાસ કરીને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કાશ્મીર ઘાટીમાં મંગળવારે એક હિન્દુ શિક્ષકની હત્યા કરવામાં આવી હતી. રજની બાલા નામની આ શિક્ષિકા 27 વર્ષ પછી કાશ્મીર પરત આવી છે. મળતી માહિતી મુજબ આ વાહનમાં ભારતીય સેનાના લગભગ 15 સૈનિકો સવાર હતા.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર: પુલવામામાં IED બ્લાસ્ટ, 9 જવાન ઘાયલ