- 3 ફૂટના અઝીમે લગ્ન માટે માંગી મદદ
- સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો વીડિયો
- ગાઝીયાબાદની રેહનાના પરિવારે કર્યો સંપર્ક
નવી દિલ્હી/ગાઝીયાબાદ: ઉત્તરપ્રદેશની સ્થિતિ સુધારવા માટે યોગી સરકાર સતત કાર્યરત છે. યુપી સરકાર સતત નવા નવા કાયદાઓ પણ લાગી રહી છે. દિવસ રાત લોકોની સેવા કરતી પોલીસને શામલીના 26 વર્ષના યુવાને પોતાના લગ્નની જવાબદારી આપી. યુપીના મોટા નેતાઓ સામે પોતાના લગ્ન માટે મદદ માંગનાર અઝીમને પોતાની હાઇટની છોકરી મળી ગઇ છે.
સોશિયલ મીડિયાએ બનાવી જોડી
થોડા દિવસો પહેલા અઝીમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જે બાદ ગાઝીયાબાદમાં રહેતી 25 વર્ષની રેહાનાના પરિવારે અઝીમનો વિડીયો જોયો. જે બાદ તેમના મનમાં દિકરીના લગ્નની આશા જાગી ઉઠી છે. રેહાનાની હાઇટ પણ અઢી ફૂટ છે. રેહાનાના પરિવારે જણાવ્યું હતું કે તેની ઓછી હાઇટના કારણે તેના લગ્નમાં અડચણ આવી રહી હતી.
વધુ વાંચો: લૂંટેરી દુલ્હન જૂનાગઢ પોલીસના સકંજામાં, બોગસ લગ્ન કરી ઠગાઈ બાદ યુવતી હતી ફરાર
પરિવારના નજીકના હારૂને જણાવ્યું હતું કે વિડીયો જોયા બાદ તેમણે અઝીમના પરિવાર સાથે વાત કરી હતી. અઝીમના પરિવારે છોકરીનો ફોટો માંગ્યો છે. રેહાનાના પિતાએ કહ્યું કે ઘણા લાંબા સમયથી હેરાન થઇ રહ્યાં હતાં. અઝીમનો વીડિયો જોયા પછી તેમને આશા બંધાઇ કે હવે તેમની દિકરીના લગ્ન થઇ જશે. જો તેમની દિકરી તેમને પસંદ આવે છે તો તેમની જોડી બની જશે અને તેમની તકલીફ ઓછી થઇ જશે.
વધુ વાંચો: વિશ્વમાં થતા બાળલગ્નમાં દરેક ત્રણમાંથી એક બાળકી ભારતીયઃ યુનિસેફ
ઇટીવી ભારતે જ્યારે રેહાના સાથે વાત કરી તો તેણે કહ્યું કે તેમણે સિવણનો કોર્સ કર્યો છે. સાથે જ તેમને ઘરનું બધું કામ આવડે છે. જો લગ્ન માટે તેના મા-બાપ રાજી છે તો તે પણ રાજી છે. ઓછી હાઇટના કારણે હજી સુધી તેમના લગ્ન થયા નથી. જો કે અજીમ અને રેહાના માટે આ સંબંધ એક નવી આશા છે.