ગાઝિયાબાદ : ગાઝિયાબાદમાં ચોરીના આરોપમાં 23 વર્ષની યુવતીને માર મારવાનો મામલો સામે આવ્યો છે. જેના કારણે યુવતીનું મોત થયુ હતુ. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. અગાઉ પોલીસને માહિતી મળી હતી કે એક ઘરમાં ઝઘડો થઈ રહ્યો છે. પરંતુ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ત્યાં એક યુવતીની લાશ પડી હતી. મૃતક યુવતીની બહેને જણાવ્યું કે, તેની બહેનની ચોરીના આરોપમાં માર મારીને હત્યા કરવામાં આવી છે.
માર મારી હત્યા : આ ઘટના ગાઝિયાબાદના સિદ્ધાર્થ વિહાર વિસ્તારનો છે. અહીં બુધવાર સવારે પોલીસને એક ઘરમાં ઝઘડો થઈ રહ્યો હોવાની માહિતી મળી હતી. યુવતી અહીં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જો કે, તેમના આગમનના કારણ અંગે હાલમાં કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ઘટના સમયે સ્થળ પર ડીજે વગાડવામાં આવી રહ્યુ હતુ.
પોલીસને સિદ્ધાર્થ વિહાર વિસ્તારમાં ઝઘડો થઈ રહ્યો હોવાની ખબર મળી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં 23 વર્ષિય યુવતીનો મૃતદેહ મળ્યો હતો. તેની સાથે મૃતક યુવતીની બહેન પણ હતી. આ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.-- રવિ પ્રકાશ (SP)
પોલીસ તપાસ : પોલીસ આ કેસમાં બિલ્ડિંગના CCTV કેમેરાના ફૂટેજ તપાસી રહી છે. આ ઉપરાંત આસપાસના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં મકાન માલિકનો પણ સમાવેશ થાય છે. સાથે જ આ કેસમાં કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, આ કેસમાં તથ્યોના આધારે વધુ માહિતી આપવામાં આવશે. પરંતુ સવાલ એ છે કે જો લોકોને યુવતી પર શંકા હોય તો તેઓ પોલીસને પણ જાણ કરી શક્યા હોત.