ETV Bharat / bharat

કટિહાર રેલવે સ્ટેશનથી 226 ઓક્સિજન સિલિન્ડર કરાયા જપ્ત

કોરોનાના સમયગાળામાં કાળાબજારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. દવાઓ અને ઓક્સિજનની કાળાબજારના કારણે ઘણા લોકોની મોત થઇ રહી છે. વહીવટીતંત્ર પણ કાળાબજારી કરનારા લોકોની તપાસ કરી કડક પગલા લઇ રહ્યું છે.

કટિહાર રેલવે સ્ટેશનથી 226 ઓક્સિજન સિલિન્ડર કરાયા જપ્ત
કટિહાર રેલવે સ્ટેશનથી 226 ઓક્સિજન સિલિન્ડર કરાયા જપ્ત
author img

By

Published : May 10, 2021, 10:47 AM IST

  • એક્સપ્રેસ ટ્રેનથી લાવવામાં આવેલા 226 ઓક્સિજન સિલિન્ડર જપ્ત
  • ઓક્સિજનના સિલિન્ડરના ગેરકાયદે વેચાણ અંગે જિલ્લા વહીવટી તંત્રને ગુપ્ત માહિતી મળી હતી
  • વીઆઈપી ગેટ પાસે પાર્ક કરેલા વાહનમાંથી 226 ઓક્સિજન સિલિન્ડરો કરાયા જપ્ત

કટિહાર: રવિવારે મોડી સાંજે કટિહાર રેલવે સ્ટેશન પરથી લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેનથી લાવવામાં આવેલા 226 ઓક્સિજન સિલિન્ડર ઝડપાયા હતા. ઓક્સિજનના સિલિન્ડરના ગેરકાયદે વેચાણ અંગે જિલ્લા વહીવટી તંત્રને ગુપ્ત માહિતી મળી હતી. આ પછી ઉતાવળમાં DM ઉદયન મિશ્રાએ SDM શંકર શરણ ​​ઓમીની આગેવાની હેઠળ તપાસ ટીમની રચના કરી અને તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.

આ પણ વાંચોઃ પ્રાણવાયુની કાળાબજારી કરતા 2 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

વીઆઈપી ગેટ પર પાર્ક કરેલા વાહનમાંથી કરાયા જપ્ત

ટીમે ઝડપી કાર્યવાહી કરતા કટિહાર રેલવે સ્ટેશનના વીઆઈપી ગેટ પાસે પાર્ક કરેલા વાહનમાંથી 226 ઓક્સિજન સિલિન્ડરો કબજે કર્યા હતા. આ કેસ અંગે માહિતી આપતા SDMએ જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

કટિહાર રેલવે સ્ટેશનથી 226 ઓક્સિજન સિલિન્ડર કરાયા જપ્ત

કોઈ દાવેદાર નહી આવ્યા સામે

બધા જપ્ત કરેલા ઓક્સિજન સિલિન્ડર 6 કિલોના છે. ખાસ વાત એ છે કે, આટલા મોટા ઓક્સિજન સિલિન્ડરની જપ્ત અંગે કોઈએ પણ દાવો રજૂ કર્યો નથી. હાલ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચોઃ પ્રાણવાયુની કાળાબજારી કરતા 3 ઇસમોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

જપ્ત ઓક્સિજન સિલિન્ડરને કાળાબજારી સાથે જોડીને તપાસ કરવામાં આવી રહી છે

કોરોનાકાળમાં આટલી મોટી સંખ્યામાં ઓક્સિજન સિલિન્ડર કોણે અને શા માટે મંગાવ્યા હશે, આ તપાસનો વિષય છે. જ્યારે તેનો કોઈ સત્તાવાર હેતુ નથી. હાલમાં, આ જપ્ત ઓક્સિજન સિલિન્ડરને કાળાબજારી સાથે જોડીને તપાસ કરવામાં આવી રહી છે તેમ, કટિહાર સદર SDM શંકર શરણ ​​ઓમીએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.