ETV Bharat / bharat

21 કિલો ચાંદીના ભવ્ય ઝૂલામાં બિરાજશે ભગવાન રામ - રામ નગરી અયોધ્યા

રામ નગરી અયોધ્યામાં 11 ઓગસ્ટથી ઝુલા મેળાનો પ્રારંભ થયો છે. અસ્થાયી મંદિરમાં બિરાજમાન રામલલા માટે ટ્રસ્ટ દ્વારા 21 કિલો ચાંદીનું પારણું બનાવવામાં આવ્યું છે.

21 કિલો ચાંદીના ભવ્ય ઝૂલામાં બિરાજશે ભગવાન રામ

author img

By

Published : Aug 12, 2021, 1:08 PM IST

Updated : Aug 12, 2021, 1:28 PM IST

  • અસ્થાયી રામ મંદિરમાં પંચમીથી રામલલાનો ઝૂલા ઉત્સવ શરૂ થશે
  • ભક્તો રામ ઝરોખાથી અયોધ્યામાં નિર્માણ પામેલા રામલલા મંદિરના દર્શન કરી શકશે
  • રામલલા માટે ખાસ ચાંદીનું પારણું બનાવવામાં આવ્યું છે

અયોધ્યા: રામ નગરી અયોધ્યામાં 11 ઓગસ્ટથી ઝુલા મેળાનો પ્રારંભ થયો છે. તો ત્યાં જ, શ્રાવણમાં પ્રથમ વખત રામલલાને 21 કિલો ચાંદીના પારણામાં ઝૂલવવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, અસ્થાયી મંદિરમાં બિરાજમાન રામલલા માટે ટ્રસ્ટ દ્વારા 21 કિલો ચાંદીનું પારણું બનાવવામાં આવ્યું છે. અસ્થાયી રામ મંદિરમાં પંચમીથી રામલલાનો ઝૂલા ઉત્સવ શરૂ થશે. આ દરમિયાન ભક્તો રામ ઝરોખાથી અયોધ્યામાં નિર્માણ પામેલા રામલલા મંદિરના દર્શન કરી શકશે.

આ પણ વાંચો- પોરબંદરના પૌરાણિક બહુચરાજી મંદિરમાં 30 KG લાડુથી ગોખ ભરવાનો ઉત્સવ યોજાયો

રામલલા માટે ખાસ ચાંદીનું પારણું બનાવવામાં આવ્યું છે

આવું પહેલીવાર થઈ રહ્યું છે કે, રામલલા માટે ખાસ ચાંદીનું પારણું બનાવવામાં આવ્યું છે. પારણાનો ફોટો શેર કરતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે કહ્યું કે, આ વખતે રામલલા રક્ષાબંધન સુધી આ ખાસ પારણામાં ઝૂલશે. આ પારણાની ઉંચાઈ 5 ફૂટ છે. ઉલ્લેખનિય છે કે, પરંપરા અનુસાર, અયોધ્યામાં દર વર્ષે શ્રાવણ શુક્લ તૃતીયા પર ઝુલન મહોત્સવ શરૂ થાય છે. આ પ્રસંગે અયોધ્યાના તમામ મુખ્ય મંદિરોમાંથી વિગ્રહો પાલખીમાં મણિ પર્વત પર જાય છે. ત્યાં જ ઝૂલા ઝૂલે છે.

  • 21 kg silver Jhula has been installed for Lord Ram in Ayodhya, Uttar Pradesh to celebrate Shravan Jhula Utsav, tweets Shri Ram Janmbhoomi Teerth Kshetra pic.twitter.com/7h8kczUsIb

    — ANI (@ANI) August 12, 2021 )" class="align-text-top noRightClick twitterSection" data="( )">( )

દર વર્ષે શ્રાવણ શુક્લ તૃતીયા પર એક મોટો ઉત્સવ યોજવામાં આવે છે

મણિ પર્વત એ જ જગ્યા છે જ્યાં માતા સીતા ઝૂલવા આવતી હતી. આ કારણોસર અહીં દર વર્ષે શ્રાવણ શુક્લ તૃતીયા પર એક મોટો ઉત્સવ યોજવામાં આવે છે. તો ત્યાં જ, ભક્તોને રામલલાના દર્શન થાય તે માટે રસ્તામાં એક ઝરોખા ખોલવામાં આવી રહ્યા છે. આ દ્વારા રામ મંદિરનું નિર્માણ જોઈ શકાય છે. આ ઝરોખાને રામ ઝરોખા નામ આપવામાં આવ્યું છે. તે 20 ફૂટની પહોળાઈમાં રામ મંદિર સંકુલની પશ્ચિમ દિવાલ પર ખોલવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે આગામી એક સપ્તાહમાં તૈયાર થઈ જશે. લોકો ત્યાંથી મંદિરનું નિર્માણ જોઈ શકશે.

આ પણ વાંચો- વડતાલધામ ખાતે આમ્રોત્સવ ઉજવાયો

અયોધ્યામાં પ્રવેશ માટે RTPCR જરૂરી

અયોધ્યામાં પ્રવેશ માટે RT-PCR નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ વખતે ઝુલા ઉત્સવ કોરોનાની ત્રીજા લહેરના ડરના કારણે ખૂબ જ મર્યાદિત રાખવામાં આવ્યો છે. પ્રવાસીઓને RT-PCR નેગેટિવ રિપોર્ટ 72 કલાક પહેલાનો લાવવાનું કહેવામાં આવ્યું છે.

Last Updated : Aug 12, 2021, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.