ETV Bharat / bharat

15 ઓગસ્ટ પહેલા, ભારત પાકિસ્તાન બોર્ડર પરથી 2 પાકિસ્તાની નાગરિક અરેસ્ટ - સીમા ઓળંગીને

બીએસએફ (Border Security Force) એ ભારત પાકિસ્તાન સરહદ પર ડેરા બાબા નાનક નજીકથી 2 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ (Two Pakistani nationals arrested) કરી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ કયા હેતુથી સરહદ પાર (Crossed the border) કરી રહ્યા હતા.

15 ઓગસ્ટ પહેલા, ભારત-પાકિસ્તાન બોર્ડર પરથી 2 પાકિસ્તાની નાગરિક અરેસ્ટ
15 ઓગસ્ટ પહેલા, ભારત-પાકિસ્તાન બોર્ડર પરથી 2 પાકિસ્તાની નાગરિક અરેસ્ટ
author img

By

Published : Aug 11, 2022, 3:49 PM IST

ડેરા બાબા નાનક બીએસએફ (Border Security Force) ની 10 બટાલિયન (10 Battalion) એ બુધવારે ભારત-પાકિસ્તાન સરહદ (India-Pakistan border) પર ડેરા બાબા નાનક ચોકી નજીક ભારતીય સરહદમાં પ્રવેશ કરવા બદલ બે પાકિસ્તાની નાગરિકોની ધરપકડ (Two Pakistani nationals arrested) કરી હતી. આ અંગે માહિતી આપતા ડીઆઈજી પ્રભાકર જોશી (DIG Prabhakar Joshi) એ જણાવ્યું કે, બંને પાકિસ્તાની નાગરિકો (Pakistani citizens) ની ધરપકડ કરવામાં આવી છે. તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, આ પાકિસ્તાની નાગરિકોની ઓળખ કિશન મસીહનો પુત્ર સલીમ મસીહ અને રબીઝ મસીહ પુત્ર સાજીદ મસીહ પાકિસ્તાનના નારોવાલ જિલ્લાના ભોલા બાજવા ગામના નિવાસી તરીકે ઓળખ થઈ છે.

15 ઓગસ્ટ પહેલા, ભારત-પાકિસ્તાન બોર્ડર પરથી 2 પાકિસ્તાની નાગરિક અરેસ્ટ
15 ઓગસ્ટ પહેલા, ભારત-પાકિસ્તાન બોર્ડર પરથી 2 પાકિસ્તાની નાગરિક અરેસ્ટ

આ પણ વાંચો CM To BSF Bike Riders: નારીશક્તિની ભાગીદારીથી જ ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવી શકાશે

BSF દ્વારા તલાશી BSF જવાનો દ્વારા આ લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, તલાશી દરમિયાન તેમની પાસેથી 500 રૂપિયા પાકિસ્તાની ચલણ, બે ઓળખ પત્ર, તમાકુનું એક પેકેટ અને બે મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. રબીઝ મસીહ પાસેથી ટેલિનોર કંપની અને કિશન મસીહની જૈજ કંપનીનો ફોન મળી આવ્ચો છે.

15 ઓગસ્ટ પહેલા, ભારત-પાકિસ્તાન બોર્ડર પરથી 2 પાકિસ્તાની નાગરિક અરેસ્ટ
15 ઓગસ્ટ પહેલા, ભારત-પાકિસ્તાન બોર્ડર પરથી 2 પાકિસ્તાની નાગરિક અરેસ્ટ

આ પણ વાંચો કચ્છના ખાવડામાં BSFની 150 બટાલિયન દ્વારા દવાનું વિતરણ કરાયું

ડીસી ટીમ દ્વારા પૂછપરછ બુધવારે બપોરે લગભગ 11.15 વાગ્યે, ડેરા બાબા નાનક ટાઉન (BOP) ખાતે તૈનાત સૈનિકોએ બે પાકિસ્તાની નાગરિકોને આંતરરાષ્ટ્રીય સરહદ (international border) પાર કરતા જોયા. બંને 10 મીટર સુધી સીમા ઓળંગીને ભારતીય સીમામાં પ્રવેશ્યા (Crossed the border and entered the Indian border) હતા. ગુરદાસપુરમાં તૈનાત બીએસએફ (Border Security Force) ના ડીઆઈજી પ્રભાકર જોશી (DIG Prabhakar Joshi) એ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે બીએસએફે બંનેને પ્રાથમિક પૂછપરછ માટે ડીસી (જી)ની ટીમ પાસે મોકલ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.