- અભિનેતા અરમાન કોહલી ડ્રગ્સ કેસ મામલો
- NCBએ 6 જગ્યા પર પાડ્યા દરોડા
- NCBએ 2 વિદેશી નાગરિકની કરી ધરપકડ
મુંબઈઃ ડ્રગ્સ મામલામાં ઝડપાયેલો અભિનેતા અરમાન કોહલીને મુંબઈની એક કોર્ટે 1 સપ્ટેમ્બર સુધી NCBની કસ્ટડીમાં મોકલ્યો છે. NCBએ હવે આ મામલામાં 5 જગ્યા પર દરોડા પાડ્યા છે. આ સાથે જ 2 વિદેશી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. દરોડા દરમિયાન NCBએ ડ્રગ્સ પણ કબજે કર્યું છે. તો આ પહેલા માહિતી મળી રહી હતી કે, અરમાન કોહલી મામલામાં વિદેશી કનેક્શન પણ જોડાયેલું છે.
ડ્રગ પેડલર અજય સિંહ NCBના સકંજામાં
અરમાન કોહલી સાથે ડ્રગ પેડલર અજય સિંહ ઉર્ફે મામુ પણ NCBના સકંજામાં છે. NCBએ જણાવ્યું હતું કે, અજય સિંહના તાર વિદેશી ડ્રગ સિન્ડિકેટ અને પ્રોસ્ટિટ્યૂશન રેકેટ સાથે જોડાયેલા છે. તપાસ ટીમને કેટલાક વોટ્સ એપ ચેપ મળી છે, જેનાથી ખબર પડે છે કે, અજય સિંહ કોલંબિયા અને પેરૂના લોકોના સંપર્કમાં હતો, જ્યાંથી તેનો સપ્લાય આવતો હતો.
આ પણ વાંચો- NCBએ અભિનેતા અરમાન કોહલીની અટકાયત કરી
અરમાન કોહલી હંમેશા વિવાદમાં જ હોય છે
અરમાન કોહલીનો વિવાદોથી જૂનો સંબંધ છે. અરમાનને ઈન્કમટેક્સે વર્ષ 2018માં 41 બોટલ સ્કોચ વ્હિસ્કીના આરોપમાં પકડ્યો હતો. આપને જણાવી દઈએ કે, કાયદાકીય નિયમાનુસાર 12 બોટલ રાખવાની પરવાનગી છે, પરંતુ અરમાન પાસે ઝડપાયેલી 41 બોટલે તેની મુશ્કેલી વધારી દીધી હતી. આ 41 બોટલમાં વિદેશી બ્રાન્ડ પણ શામેલ હતી. વાત કરીએ એક્ટરની ફિલ્મી કરિયરની તો તેનું કરિયર કંઈ ખાસ નથી રહ્યું. અરમાનના પિતા પ્રખ્યાત ફિલ્મમેકર રાજકુમાર કોહલી છે.
આ પણ વાંચો- ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો રીચાર્ડ 10 વર્ષે Hong Kongથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યો
અરમાન કોહલી ફિલ્મોમાં કંઈ ઉખાડી નથી શક્યો
તેમ છતાં અરમાન કોહલી ફિલ્મોમાં કંઈ કરી ન શક્યો. અરમાન મોટા ભાગની ફિલ્મોમાં સાઈડ રોલમાં જ દેખાયો હતો. આ સાથે જ તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે મારામારી કરવાના આરોપમાં પણ જેલ જઈ આવી ચૂક્યો છે. તો અરમાન સલમાન ખાનના શો બિગ બોસ (2013)માં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળ્યો હતો. તે દરમિયાન અભિનેત્રી કાજોલની નાની બહેન તનિષા સાથે ચર્ચામાં હતો. અરમાન અને તનિષા બિગબોસમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યા છે.
એજાઝ ખાને બધાની પોલ ખોલી
અરમાન અને તનિષા બિગબોસથી ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. તો NCBએ ટીવી અભઇનેતા ગૌરવ દિક્ષિતના ઘરેથી પણ ડ્રગ્સ કબજે કર્યું હતું. ત્યારબાદ અભિનેતાની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, ગૌરવના ઘરથી NCBને એમબી અને ચરસ મળ્યું હતું. NCBએ અભિનેતા એજાઝ ખાનથી પૂછપરછ બાદ ગૌરવ પર કાર્યવાહી કરી હતી.
એજાઝની પૂછપરછ બાદ NCBએ ધડાધડ દરોડા પાડ્યા
છેલ્લા કેટલાક દિલસોમાં ટીવી અભિનેતા અને પૂર્વ બિગબોસ કન્ટેસ્ટન્ટ એજાઝ ખાનને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. એજાઝે પૂછપરછમાં NCBને અનેક લોકોના નામ જણાવ્યા હતા, જેમાં અભિનેતા ગૌરવ દિક્ષિતનું નામ પણ શામેલ હતું. એજાઝની પૂછપરછ બાદ NCBએ એક પછી એક દરોડા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની રહસ્યમયી પરિસ્થિતિઓમાં થયેલી મોત (14 જુન 2020) પછી NCB સક્રિય થઈ અને સતત ફિલ્મી કલાકારોને સકંજામાં લઈ હી છે. આ મામલામાં અભિનેત્રી સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહનું નામ પણ સામે આવ્યું હતું. સુશાંતસિંહ મામલા પછી ડ્રગ્સ મામલાએ જોર પકડ્યું હતું અને આના કારણે NCBએ અનેક લોકોની પૂછપરછ કરી ધરપકડ કરી હતી.