- મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં લોનાવલા સ્ટેશન પર બની મોટી દુર્ઘટના
- ઈન્દોર-દૌડ વિશેષ ટ્રેનના 2 ડબ્બા આજે પાટા પરથી ઉતર્યા
- ટ્રેનનો બીજો અને ત્રીજો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો
મુંબઈઃ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં લોનાવલા સ્ટેશન પર એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ઈન્દોર-દૌડ વિશેષ ટ્રેનના 2 ડબ્બા આજે (સોમવારે) સવા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુંબઈથી 80 કિલોમીટર દૂર આવેલા લોનાવલા સ્ટેશન પર સવારે 7.50 વાગ્યે જ્યારે ટ્રેન પ્રવેશ કરી રહી હતી. ત્યારે બીજો અને ત્રીજો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો.
ટ્રેન મધ્યપ્રદેશના ઈન્દોરથી આવી રહી હતી
મધ્ય રેલવેના પ્રમુખ જનસંપર્ક અધિકારી શિવાજી સુથારે જણાવ્યું હતું કે, ટ્રેનના તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. જોકે, કોઈ ઈજાગ્રસ્ત પણ નથી થયું. તેમણે જણાવ્યું હતું કે, ટ્રેન મધ્ય પ્રદેશના ઈન્દોરથી આવી રહી હતી અને પુણે જિલ્લાના દૌડ જઈ રહી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાહત વાહનોને ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યા છે. પાટા પરથી ઉતરેલા 2 ડબ્બાને અલગ કરીને ટ્રેનને 9.27 મિનીટે રવાના કરવામાં આવી હતી.
આ પણ વાંચો- પાકિસ્તાનમાં ટ્રેન દુર્ધટના: 30ના મોત, 50થી વધુ ઇજાગ્રસ્ત
આ પણ વાંચો- અમેરિકા: મોન્ટાનામાં ટ્રેન અકસ્માત, 3 લોકોના મૃત્યુ