- રસીકરણ 3મે સુધીમાં મળવાની અપેક્ષા છે
- પ્રદેશમાં 45 વર્ષથી વધુ ઉંમરવાળા નાગરિકને રસી મૂકવાનું અભિયાન ચાલી રહ્યું છે
- રસીકરણનો કાર્યક્રમ હાલ માટે મુલતવી રાખવામાં આવ્યો છે
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં, 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણનો કાર્યક્રમ 1 મેથી શરૂ થઈ શકશે નહીં. સમયસર રસી ન મળવાના કારણે, રસીકરણનો કાર્યક્રમ હાલ માટે મુલતવી રાખવામાં આવ્યો છે. રસીકરણ 3મે પછી જ શરૂ થશે. મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે કોવિશિલ્ડ અને કોવેક્સિન બન્ને માટે સંબંધિત કંપનીઓને આદેશો જારી કર્યા હતા, પરંતુ બન્ને કંપનીઓને માત્ર 3મે સુધી ડોઝ મળે તેવી ધારણા છે. આવી સ્થિતિમાં, રસીકરણ આ પછી જ શરૂ થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના પ્રધાને કહ્યું, 18-44 વર્ષના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થાય નહી
આ કારણથી સ્થગિત કરાયું રસીકરણ અભિયાન
મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રદેશમાં 45 વર્ષથી વધુ ઉંમરવાળા નાગરિકને રસી મૂકવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ માટે રસીનો ડોઝ ભારત સરકાર દ્વારા નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવે છે. 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના યુવાઓને રસી મૂકવાનું અભિયાન શરૂ થવાનું હતું. આ માટે મધ્યપ્રદેશમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન બન્ને સંબંધિત કંપનીઓને ઓર્ડર આપવામાં આવ્યા છે. ખરીદવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું રસીકરણ સંદર્ભે સંબોધન
રાજ્યમાં રસીકરણનો કાર્યક્રમ 1 મેથી મુલતવી રાખવામાં આવ્યો છે
બન્ને કંપનીઓએ 1મે સુધી રસી આપવાનો ઇનકાર કરી દીધો છે. આથી રાજ્યમાં રસીકરણનો કાર્યક્રમ 1 મેથી મુલતવી રાખવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, કંપનીઓની ઉત્પાદન મર્યાદા હોય છે. રસીના ડોઝ મળતાંની સાથે જ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે. રસીકરણ 3મે સુધીમાં મળવાની અપેક્ષા છે, ત્યારબાદ જ રસીકરણનું શીડ્યુલ નક્કી કરવામાં આવશે.