ETV Bharat / bharat

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15,786 કેસ નોંધાયા, 18,641 સાજા થયા, 231 મોત - કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો

ભારતમાં કોરોનાના કેસ દિવસેને દિવસે ઘટી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 15,786 કેસ નોંધાયા છે. જ્યારે 18,641 લોકો સાજા થયા છે. તો 231 લોકોના મોત થયા છે. તો અત્યારે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 1,75,745 થઈ છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15,786 કેસ નોંધાયા, 18,641 સાજા થયા, 231 મોત

author img

By

Published : Oct 22, 2021, 11:53 AM IST

  • ભારતમાં કોરોનાના કેસ દિવસેને દિવસે ઘટી રહ્યા છે
  • દેશમાં કોરોનાના નવા 15,786 કેસ નોંધાયા
  • દેશમાં કોરોનાથી 18,641 દર્દી સાજા થયા

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ (Corona Cases) ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 15,786 કેસ (Corona Cases) નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 3,41,43,236 થઈ છે. બીજી તરફ 18,641 દર્દી સાજા થયા છે. જોકે, અત્યારે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 1,75,745 છે, જે 232 દિવસમાં સૌથી ઓછી છે.

આ પણ વાંચો- Gujarat Corona Update: 24 કલાકમાં 13 પોઝિટિવ કેસ નોંધાયા, 33 દર્દીઓ થયા કોરોનાથી મુક્ત, કુલ એક્ટિવ કેસ 156

દેશમાં 117 દિવસથી 50,000થી ઓછા દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે 8 વાગ્યે જાહેર કરેલા આંકડા અનુસાર, દેશમાં કોરોના સંક્રમણથી 231 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા વધીને 4,53,042 થઈ ગઈ છે. દેશમાં સતત 28 દિવસથી કોરોનાના દૈનિક કેસ 30,000થી ઓછા આવી રહ્યા છે અને 117 દિવસથી 50,000થી ઓછા દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે. અત્યારે દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 1,75,745 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.51 ટકા છે. આ દર માર્ચ 2020થી સૌથી ઓછો છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં 3,086નો ઘટાડો આવ્યો છે. જોકે, દર્દીઓ સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.16 ટકા છે, જે માર્ચ 2020 પછીથી સૌથી ઓછો છે.

આ પણ વાંચો- 100 crore dose celebration: CM ભૂપેન્દ્ર પટેલે આરોગ્યકર્મીઓને પેંડા ખવડાવીને ઉજવણી કરી

દેશમાં ગયા વર્ષે ઓગસ્ટમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 20 લાખની આસપાસ હતી

દેશમાં ગયા વર્ષે 7 ઓગસ્ટે કોરોના સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. જ્યારે સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને પાર ગઈ હતી. દેશમાં 19 ડિસેમ્બરે આ કેસ 1 કરોડને પાર, આ વર્ષે 4 મેએ 2 કરોડને પાર અને 23 જૂને 3 કરોડને પાર ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.